Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

સફળતાઓ

જીવદયા અને જીવરક્ષા માટે કાનૂની લડતો :

 • 1991માં મુંબઈમાં 600 મીની કતલખાનાઓ માટે લાયસન્સ આપતો નિર્ણય રદ કરાવી મુંબઈને કતલખાનાઓની નગરી થતી બચાવી શકાઈ.
 • આખા બંગાળ રાજ્યમાં બકરી ઈદે કપાતી લાખો ગાયોને બચાવવા સુપ્રીમ કોર્ટમાંથી નવેમ્બર, 1994માં ચુકાદો મેળવી શકાયો અને તે દ્વારા પરંપરાએ અનેક ગૌવંશના જીવો બચ્યા.
 • 1994માં નાગપુર જિલ્લાના કામટી ગામમાં થનારું કતલખાનું અટકાવી શકાયું.
 • મુંબઈ અને નવી મુંબઈમાં દર વર્ષે થતી હજારો કૂતરાઓની નિર્મમ કતલ કાનૂની કાર્યવાહી વડે જાન્યુઆરી, 1994થી અટકાવી શકાઈ. વળી પાછી જૂન, 1997માં કતલ ચાલુ થવાની હતી તેને પણ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કરી અટકાવી શકાઈ. આ કેસની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દેતા હવે આ અટકાયત કાયમી સ્વરૂપની બની ગઈ છે અને તે માટેની માર્ગદર્શિકા ઘડાઈ ગઈ છે જેની દેશવ્યાપી અસર થતી જાય છે.
 • મુંબઈ હાઈકોર્ટની ફુલ બેંચ દ્વારા ડિસે.2008માં અપાયેલ આદેશમાં નગરપાલિકાના કૂતરા મારવાના હકને અબાધિત ઠરાવતાં તેની સામે સુપ્રીમ કોર્ટમાં આપણે અપીલ કરી છે, જે પેંડિગ છે. હાઈકોર્ટના હુકમ સામે સ્ટે અપાયો છે.
 • વડી અદાલતના 1998માં અપાયેલ રખડતા કૂતરાઓના વંધ્યીકરણની યોજના અંગેના આદેશનું પાલન નહીં કરવા બદલ મુંબઇ મહાનગરપાલિકા વિરુદ્ધ વિનિયોગ પરિવારે અદાલતના અનાદરની પિટીશન કરી હતી.
 • સુપ્રીમ કોર્ટના એક કેસ દ્વારા માર્ચ, 1994થી ઈદગાહ-દિલ્હીના કતલખાનામાં થતી રોજની 12,500 પશુઓની કતલ ઘટાડીને 2500 પશુઓ સુધીની કરાવી શકાઈ અને તે દ્વારા અત્યાર સુધી લગભગ સાડાપાંચ કરોડ જીવો બચ્યા.
 • મુંબઈના દેવનાર કતલખાના સામે કાનૂની લડત ચાલુ છે. એક કેસમાં નામદાર મુંબઈ હાઈકોર્ટ દ્વારા એક ઉચ્ચ-સ્તરીય સમિતીની રચના કરવામાં આવી છે જે મહારાષ્ટ્રમાં પશુ-રક્ષા બાબતના કાયદાઓના પાલન પર નજર રાખશે. આ સમિતીમાં શ્રી કેસરીચંદભાઈ મહેતાનો સભ્ય તરીકે અને વિનિયોગ પરિવારના ટ્રસ્ટી તથા કાનૂની સલાહકાર શ્રી રાજેદ્રભાઈ જોશીનો કન્વીનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
 • અલ-કબીર કતલખાના સામે સુપ્રીમ કોર્ટમાં કરેલ કેસમાં એક વચગાળાના આદેશ મુજબ 1લી  એપ્રિલ, 1997 થી 50 ટકા કતલ બંધ કરાવાઈ હતી. આ બંધન 20મી નવેમ્બર, 1997ના રોજ કેસની ફરી સુનાવણી થઈ હતી ત્યાં સુધી ચાલુ રહ્યું. એટલે રોજની 250 ભેંસો અને 2500 ઘેટા-બકરાંની કતલ બંધ થઈ અને તે દ્વારા આઠ મહિનામાં અંદાજે પાંચ લાખ જીવો બચ્યા, જો કે 20મી નવેમ્બર 1997થી આ બંધન એક વચલા ગાળાના આદેશ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો. આ અપીલોની ફાઈનલ સુનાવણી તા.23-9-2004ના રોજ માત્ર બે-ત્રણ કલાકનો સમય આપી આટોપી લેવાઈ અને જજમેંટ રિઝર્વ કરાયું. કોઈક અકળ કારણોસર સુનાવણી પૂરી થયેલ જાહેર કરાયાના 18 મહીના પછી તા.29-3-2006 ના રોજ આ અપીલો પર ફેંસલો સુણાવવામાં આવ્યો. મીટ એક્સપોર્ટ પોલીસી રીવ્યુ કરવાનો કોર્ટે કેદ્ર સરકારને આદેશ આપ્યો.
 • રાજસ્થાનના નિમ્બાહેડા ગામમાં રોજના 300 પાડા મારવાની ક્ષમતાવાળું ચાલુ થયેલ કતલખાનું ગામના સ્થાનિક લોકો તથા નગરપાલિકાના અધ્યક્ષ તથા શ્રી શ્યામ અગ્રવાલ દ્વારા પ્રચંડ વિરોધ કરાવી અને કાયદાની એક કલમના દ્વારા બંધ કરાવ્યું.
 • 10મી પંચવર્ષિય યોજના માટે - માંસ ક્ષેત્ર બાબત કરાયેલી ભયંકર અને ઘાતક ભલામણો સામે વિનિયોગ પરિવારે આદરેલી અને લગભગ એક વર્ષ ચાલેલી ઝુંબેશ અને તેના અંતે મળેલ સફળતા.
 • આયોજન પંચ, ભારત સરકાર અંતર્ગત કૃષિ મંત્રાલયના પશુપાલન વિભાગ દ્વારા બનાવાયેલ માંસ નિકાસની ઉપસમિતિ ક્રમાંક XI દ્વારા દસમી પંચવર્ષિય યોજના માટેની ભલામણોમાં મોટા પ્રમાણમાં વિશાળ અને નાના કતલખાના ગામેગામમાં ખોલવાની ભલામણો હતી. તેના વિરોધમાં ``વિનિયોગ પરિવાર'' અને તેની સહયોગી સંસ્થા ``અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ'' દ્વારા વડા પ્રધાન, આયોજન પંચના ઉપાધ્યક્ષ વિગેરેને વિરોધના પત્રો મોકલવામાં આવ્યા અને દેશવ્યાપી ઝુંબેશ ઉપાડવામાં આવી. શ્રી કે.સી.પંત સાથે વ્યક્તિગત મુલાકાત પણ કરવામાં આવી. સતત એક વર્ષ સુધી ચાલેલી લડતના અંતે  તેના પ્રત્યુત્તરરૂપે અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના કાર્યાધ્યક્ષ શ્રી ઉદયલાલ જારોલીને આયોજન પંચ દ્વારા તા.13-6-2002 ના રોજ લેખિત પત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે માંસ માટેની કોઈ પણ નવી યોજનાને સ્વીકૃતિ નહીં અપાય અને આ રીતે ગામડે ગામડે કતલખાના કરવાની યોજના થંભાવવામાં આવી. 4347 નવા કતલખાના થવાની યોજના હતી.
 • ગુજરાત રાજ્ય દ્વારા 1992માં સંપૂર્ણ ગોવધબંધીનો કાયદો કરાયો હતો જે ગુજરાત હાઈકોર્ટમાં કસાઈઓ દ્વારા પડકારવામાં આવતાં, 1958ના સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો આધાર લઈ ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરેલ. તેની સામે આપણે અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી 7 જજોની બંધારણ ખંડપીઠ સમક્ષ ઓગસ્ટ 2005માં થઈ અને એ કેસમાં સુપ્રીમ કોર્ટે ઑક્ટોબર 2005માં 1958 ના ચુકાદાને રદબાતલ જણાવી ગુજરાત રાજ્યનો સંપૂર્ણ ગૌવંશ હત્યાબંધીનો કાયદો મંજુર રાખ્યો. આમ 47 વર્ષોથી અસ્તિત્વમાં રહેલ આડખીલી દૂર કરી શકાઈ.
 • મધ્ય પ્રદેશમાં ત્યાંના મુખ્ય પ્રધાન સુશ્રી ઉમા ભારતીજીના કાર્યકાળમાં સંપૂર્ણ ગોવંશની હત્યા પર પ્રતિબંધ મૂકતો ""ધી મધ્યપ્રદેશ ગોવંશ વધ પ્રતિષેધ અધ્યાદેશ 2004''ના નામે એક અધ્યાદેશ (ઑર્ડિનેન્સ) 22 જાન્યુઆરી, 2004ના રોજ જાહેર કરવામાં આવ્યો. આ અધ્યાદેશને ત્રણ કસાઈઓએ સુપ્રીમ કોર્ટમાં 27 ફેબ્રુઆરી, 2004 ના રોજ પડકાર્યો. આ રિટ પિટિશન નં.123/2004 પેંડિંગ હતી તે દરમિયાન મધ્યપ્રદેશ રાજ્ય સરકારે અધ્યાદેશને કાયદામાં ફેરવ્યો અને ""ધી મધ્યપ્રદેશ ગોવંશ વધ પ્રતિષેધ અધિનિયમ, 2004'' કાયદો પસાર કર્યો. મધ્યપ્રદેશના કેસમાં પણ વિનિયોગ પરિવાર ફરી વાર તેની સખી સંસ્થા અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના નામે ઇન્ટરવીનર તરીકે દાખલ થયું હતું. આ કેસ તા.4-3-'06 ના રોજ સુનાવણી માટે લેવાયો હતો. રાજ્ય સરકાર તથા અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના વકીલો દ્વારા ગુજરાતના કેસમાં સાત જજોની બંધારણીય ખંડપીઠ દ્વારા આ જ મુદ્દા પર અપાયેલ ફેંસલા પર આધાર રાખી દલીલો કરવામાં આવી અને એ ચુકાદો આ કેસમાં પણ બંધનકર્તા હોવાનું જણાવ્યું. નામદાર કોર્ટે કસાઈઓની રિટ પિટિશન ડિસમિસ કરી અને મધ્યપ્રદેશના કાયદાને બહાલી આપી. આ રીતે હવે મધ્યપ્રદેશ રાજ્યમાં (અને તેની સાથે છત્તીસગઢ રાજ્યમાં પણ) સંપૂર્ણ ગોવંશ હત્યાબંધી લાગુ થઈ છે. ગુજરાતના કાયદાને ઑક્ટોબર, 2005માં બહાલી મળી હતી. તદુપરાંત રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ રાજ્યોમાં સંપૂર્ણ ગોવંશ વધ બંધીના કાયદા છે જ. મહારાષ્ટ્રમાં 1995માં પસાર કરાયેલ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી માટેના પ્રયત્નો પણ વિનિયોગ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને એ બાબત ઠીક ઠીક આગળ વધી છે.
 • પક્ષીઓ ઉપર થતાં અમાનવીય અત્યાચારો અને તેમના ગેરકાયદેસર વેચાણને રોકવાની દિશામાં મુંબઈ હાઈકોર્ટમાંથી અભૂતપૂર્વ ચુકાદો ઓકટોબર 1997માં મેળવાયો અને તેને માટે કમિટી નિમવામાં આવી છે.
 • ગુજરાત સરકારનું મત્સ્યોદ્યોગ ખાતું કચ્છના 14 જળાશયોમાં મચ્છીમારી માટે 3 વર્ષના ટેન્ડરો આપનાર હતું. તે યોજના સપ્ટેમ્બર 1997માં પ્રચંડ વિરોધ દ્વારા બંધ રખાવવામાં સફળતા મળી.
 • અનેક રાજ્યોમાં ગોવંશ વધબંધીના કાયદાઓ કરાવી શકાયા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ગોસેવા આયોગ સ્થાપવાના કાયદા કરાવી આયોગની સ્થાપના પણ કરાવાઈ. તે દ્વારા અનેક જીવોને બચાવાયા.
 • ``પશુઓના પ્રાણસમી ગોચર જમીન બચાવાનો પ્રયત્ન''
 • ``ગોપાલ સંઘ સોલાપુર'' પાંજરાપોળ પાસે 26 એકર જમીન ગોચર તરીકેના ઉપયોગ માટે 1936થી સરકાર પાસેથી લીઝ પર લીધી હતી. 1984માં મહારાષ્ટ્ર સરકારે નોટિસ આપી આ જમીનનો કબજો લેવાની  િલચાલ કરી. સંસ્થા દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી કોર્ટે વચગાળાના આદેશ દ્વારા સંસ્થાનો કબજો ચાલુ રાખ્યો. પરંતુ ઑગસ્ટ, 1993માં કેસનો ફાઇનલ નિકાલ કરતાં કોર્ટે સંસ્થાની અરજી કાઢી નાખી તેમજ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને મુંબઇ હાઇકોર્ટમાં પણ અપીલ ડિસમીસ થઈ. પછી પૂ. શ્રીકલાપૂર્ણ સૂરિશ્વરજી મ.સા.ની આજ્ઞાથી વિનિયોગ પરિવાર દ્વારા આ કેસની આગળની કાર્યવાહી હાથ ધરાઈ અને સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરાઇ અને મુંબઈ હાઇ કોર્ટના હુકમ સામે સ્ટે પણ મેળવવામાં આવ્યો.
 • કાયદાની છટકબારી પૂરવા માટે વિનિયોગ પરિવાર દ્વારા રિટ : 1 થી 3 વર્ષ વચ્ચેના નર પશુની બેફામ હત્યાને અટકાવવા તેમજ કતલ પહેલાં `ફિટ ફોર સ્લોટર'ના પ્રમાણપત્ર મેળવવા આચરવામાં આવતો ભયંકર ભ્રષ્ટાચાર, આ બંને મુદ્દા પર વિનિયોગ પરિવારે નામદાર મુંબઇની વડી અદાલતમાં એક રિટ અરજી 27મી એપ્રિલ, 1998માં દાખલ કરી હતી અને આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થાના સૂચનો પણ મોકલાવાયા હતા. વચગાળાની રાહત રૂપે રાજ્યમાં 16 વર્ષ સુધીના ગૌવંશના નર-પશુઓની (બળદ/સાંઢની) કતલ નહિ કરી શકાય તેવો ચુકાદો નામદાર હાઈ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે તરત જ તેની સામે કસાઈઓએ સ્ટે ઑર્ડર મેળવ્યો હતો. તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાતાં, સુપ્રીમ કોર્ટે એ કેસમાં અંતિમ નિર્ણય આપવાનું હાઈ કોર્ટને જણાવ્યું. હાઈ કોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું કે રાજ્યના 1995માં પસાર કરાયેલા સંપૂર્ણ ગોવંશ વધબંદીના કાયદાની ફેર-વિચારણા કરવા જૂન 2008માં એક સમિતિની રચના કરવામાં આવી છે. જોકે આ સમિતિએ હજી પોતાનો અહેવાલ સરકારને સુપ્રત કર્યો નથી.
 • વિનિયોગ પરિવાર દ્વારા દેવનાર કતલખાનાનો વિરોધ, એના આધુનિકીકરણનો વિરોધ, તેમાં થતી નિકાસ માટેની કતલનો વિરોધ તો ચાલુ જ છે, પરંતુ જીવદયા પ્રેમી કરદાતાઓના પૈસામાંથી કતલનો ખર્ચ સબ્સીડાઈસ ન થાય તે મુદ્દે પાલિકામાં જાહેરહિતની રિટ પિટિશન દાખલ કરાઈ હતી. પાલિકા દ્વારા કતલની ફી વધારવાના ઠરાવ અને એફિડેવિટને માન્ય રાખી નામદાર હાઈ કોર્ટે વિનિયોગ પરિવારનો ઉપરોક્ત કેસ `ડિસ્પોસ ઓફ' કર્યો હતો. જેના કારણે મુંબઈના જીવદયા પ્રેમીઓના રા.2.75 કરોડ દેવનાર કતલાનામાં વપરાતા બચ્યા હતા. પરંતુ કતલના વધારેલા દરો સામે મુખ્ય પ્રધાને ચૂંટણી પૂર્વે સ્ટે આપ્યો હતો. તે સ્ટે હટાવવા હાઈ કોર્ટમાં ફરી કેસ કરવામાં આવ્યો છે.
 • પરમપૂજ્ય ગણિવર્ય શ્રી ભુવનરત્ન વિજયજી મ.સા. અને વિનિયોગ પરિવારના અવિરત પ્રયત્નોથી મહારાષ્ટ્રના પાચોરા, લાતુર, ઉસ્માનાબા, વરેડા, ચાંદવડ, નાસિક, જલગાંવ, યેવલા, ભડગાંવ, મનમાડ અને બારામતીમાં પર્યુષણના આઠે દિવસ કતલખાના તેમજ માંસ-મચ્છી વેચાણ બંધ રાખવાનો નિર્ણય નગરપરિષદોએ બહાર પાડયો હતો અને અંદાજે 10000 પશુઓને અભયદાન આપવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા હતા.
 • પરમપૂજ્ય ગણિવર્ય શ્રી ભુવનરત્ન વિજયજી મ.સા. અને વિનિયોગ પરિવારના પ્રયત્નોથી મહારાષ્ટ્રમાં પ્રદૂષણ નિયંત્રણને લગતા કાયદાઓનું પાલન ન કરતા લગભગ 70 કતલખાનાઓ બંધ કરવાનો આદેશ 3 પિટિશનોમાં નવેમ્બર-ડિસેમ્બર 2009માં હાઈ કોર્ટ પાસેથી મેળવાયો.