Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

બળદઃ પ્રજાનો પાલનહાર

ધર્મના આશ્રય વિના સુખ અને શાંતિ મળતા નથી. ધર્મ બળદનું રૂપ ધારણ કરીને જીવસૃષ્ટિના સુખ અને શાંતિ માટે સતત પરિશ્રમ કરે છે, એમ વેદ ધર્મ માને છે.

વેદોએ બળદને ધર્મનો અવતાર માન્યો છે અને ગાયને વિશ્વમાતા માની છે. છતાં બળદનું મૂલ્યાંકન ગાય કરતાં દશ ગણું વધારે કર્ય઼ું છે. એક તંદુરસ્ત જુવાન બળદનું દાન કરવાથી દશ ગાયના દાનનું ફળ છે, એમ વૈદિક શાસ્ત્રાે કહે છે.

સરકારી, ખાનગી અને જાહેર ક્ષેત્રોના અમલદારો, નોકરો અને મજૂરોને તેઓ કામ કરે તેના બદલામાં પગાર મળે છે. નિયમ પ્રમાણે પગાર વધારો મળે છે. કામકાજનો પ્રકાર અને સમય પણ નIાળ કરેલા હોય છે.

નિયમ કરતાં વધારે સમય કામ કરવાનું હોય તો વધારાનો પગાર Over-time પણ મળે છે. તેમને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી મળે છે. વીમો ઉતરાવાય છે. દાકતરી સારવાર મફત મળે છે. મોંઘવારી આદિ ભથ્થા મળે છે. નોકરી કરતાં ઈજા થાય તો મફત સારવાર અને વળતર પણ મળે છે.

તેમને દર અઠવાડિયે એક દિવસની રજા મળે છે. વરસમાં નIાળ કરેલા તહેવારોની પણ રજા મળે છે. ચોIસ દિવસોની માંદગીની અને હIની રજા પણ ચડતા પગારે મળે છે.

અને આ બધા ઉપરાંત બોનસ પણ મળે છે.

અને છતાં તેઓ વધુ પગાર, વધુ મોંધવારી ભથ્થા અને વધુ બોનસની માગણી ન સ્વીકારાય તો હડતાળો પણ પાડે છે.

ઘણી વખત આ હડતાળો હિંસક તોફાનોમાં ફેરવાઈ જાય છે. લાખો - કરોડો રૂપિયાની રાષ્ટ્રીય સંપત્તિનો નાશ થાય છે. સેંકડો મનુષ્યો ઘાયલ થાય છે. કોઈ વાર અનેકનાં મરણ પણ થાય છે.

આપણા 7 કરોડ 44 લાખ બળદો ખેતરોમાં, રસ્તા ઉપર, તેલની ઘાણીમાં, કોલુમાં, લોટ પીસવાની ચIાળમાં, કૂવા ઉપરના રેંટમાં કે વાવ ઉપરના કોસમાં રાત અને દિવસ કામ કરતા હોય છે.

ધોમ ધખતા તાપમાં કે થીજાવી દેતી ઠંડીમાં, મુશળધાર વરસાદમાં કે રાત્રિના ગાઢ અંધકારમાં માનવ જાતના સુખ, સગવડ અને શાંતિ માટે કામ કરતા હોય છે.તેમના કામના કલાક મર્યાદિત નથી. તેમને Over-time વધારાના કામનો પગાર મળતો નથી. તેમના માટે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી વિગેરેની પણ સગવડ નથી. તેઓ વધુ ખાવાનું માગતા નથી. ઓછું આપો તો વિરોધ કરતા નથી. તેઓ રોજના 7 કિલો ઘાસ અને 3 કિલો ખાણથી સંતોષ માને છે.

તેઓ માત્ર પોતાના પોષણ માટે મર્યાદિત ખોરાક અને પીવાના પાણી સિવાય બીજું કશું માંગતા નથી. હIની રજા, પ્રોવિડન્ટ ફંડ, મોંઘવારી ભથ્થું, બોનસ વિગેરે કશું જ માંગતા નથી. વધુ સમય કામ કરવાનો વિરોધ કરતા નથી. કદી હડતાળ પર પણ જતા નથી.

અને આટલા ઓછા પગારમાં પણ તેઓ આપણા માટે સેંકડો અબજ રૂપિયાની કિંમતની ખેત પેદાશો પેદા કરી આપે છે. આશરે અઢી અબજ ટન માલની હેરફેર કરી આપે છે.

માલની એ હેરફેર કરીને આપણા હજારો કરોડ રૂપિયાના ડીઝલના હૂંડિયામણના ખર્ચ ઉપર અંકુશ રાખે છે.

તેઓ લાખો ટન શેરડી પીલી આપે છે. લાખો ટન તેલીબિયાં પીલી આપે છે. તેઓ જમીન ખેડી આપે છે, અનાજની વાવણી કરી આપે છે, અને ડૂંડામાંથી અનાજ પણ છૂટું પાડી આપે છે.

કૂવા ઉપર રેંટ ખેંચે છે અને વાવના કોસ ખેંચીને ખેતરોમાં પાણી પણ પહોંચાડે છે.

અડધી રાત્રે અચાનક હીમ પડે ત્યારે પાકને બચાવી લેવા સિંચાઈની જરૂર પડે ત્યારે જ પંપ બગડી જાય કે વીજળીનો પુરવઠો બંધ પડી જાય ત્યારે શું થાય? પાકના નાશ સિવાય બીજું શું પરિણામ આવે?

પરંતુ આ બળદ કટોકટીના પ્રસંગે પણ રીસાતો નથી. આખો દિવસ કામ કરીને થાકીને લોથપોથ થઈ સૂઈ ગયો હોય, છતાં અડધી રાતે ભરઊંઘમાં પડેલો બળદ અવાજ દેતાં જ ઊભો થઈ જાય છે અને જરાપણ વિરોધ વિના કડકડતી ઠંડીમાં કોસમાં જોડાઈને સિંચાઈની શરૂઆત કરી પાકને બચાવી લેવાનો પુરુષાર્થ કરે છે.

આ વધારાની સેવા માટે એ કાંઈ મહેનતાણું નથી માંગતો. બીજે દિવસે રજા પણ નથી પાળતો અને વરસને અંતે બોનસ પણ નથી માંગતો.

એ તો બોનસ માંગવાને બદલે સામે ચાલીને આપણને છાણ મૂતર રૂપી બોનસ આપે છે. એ બોનસમાંથી આપણે જે કરોડોની સંપત્તિ મેળવીએ છીએ તેની એને ઈર્ષા નથી.
બળદ, સાંઢ અને પાડાને આપણે ખવડાવીએ છીએ. તેના બદલામાં તેઓ આપણા માટે પરિશ્રમ કરે છે અને આપણું કામ કરી આપે છે.

ગાય અને ભેંસ આપણે તેમને જેટલા પ્રમાણમાં ખવડાવીએ છીએ તેટલા પ્રમાણમાં દૂધ અને વાછડા વાછડી કે પાડા પાડી આપે છે. આમ ગાય, ભેંસ અને બળદ કે પાડા સાથેનો આપણો હિસાબ ચૂકતે થઈ જાય છે.

છતાં વધારામાં તેઓ આપણને તેમના છાણ મૂતર રૂપી બોનસ આપે છે. એ બોનસ વડે આપણા ધર્મ, સંસ્કૃતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સામાજિક સંગઠનનું રક્ષણ થાય છે.
મહાભારતકારે ગાયનું મૂલ્યાંકન તેના દૂધ વડે નહીં પણ તેના છાણ વડે કર્ય઼ું છે. છાણમાં લક્ષ્મીનો વાસ છે. ધન છાણ વડે જ મળે છે, દૂધ વડે નહીં.
પરંતુ પશ્ચિમી સાહિત્યે આપણને ઊંધે રસ્તે ચડાવ્યા છે. છાણ ભૂલાવીને આપણી નજર સામે દૂધ મૂકી દીધું છે.

આપણી સંસ્કૃતિએ ગાય અને દૂધને વેપારની ચીજ તરીકે કદી માન્યતા આપી નથી. બન્નેના વેપારને પાપ માન્યું છે. પરંતુ પશ્ચિમી શિક્ષણના પ્રતાપે આપણે ગાયને Dairy Animal ની દૃષ્ટિથી જોતા થઈ ગયા અને ગાય કતલની ચીજ બની ગઈ.

વેદ ધર્મમાં માત્ર ગાયને જ અદન્યા કહી છે અર્થાત્ ન મારવા જેવી કહી છે એ વાત ખોટી છે. ગો એટલે માત્ર ગો નહીં, પણ સમસ્ત ગોવંશ અર્થાત્ વેદ ધર્મે સમસ્ત ગોવંશને અદન્યા કહ્યો છે.

વેદોએ બળદને ગાય કરતાં વધુ મૂલ્યવાન ગણ્યો છે માટે તેની પાસેથી કામ લેતા તેને ત્રાસ ન થાય તે રીતે તેની પાસેથી કામ લેવાના નિયમ પણ બાંધી આપ્યા છે. હળમાં બે નહીં પણ આઠ બળદ જોડવા જોઈએ. તો જ તેમની પાસેથી આઠ કલાક કામ લેવાય એટલે કે દર બે કલાકે બળદની જોડી બદલવી જોઈએ. બે બળદ બે કલાકથી વધુ કામ કરે એ વેદ ધર્મને માન્ય નથી.

બળદને ગાડામાં જોડવાના કે પાણીના કોસમાં જોડવાના નિયમો પણ ધર્મશાસ્ત્રે બનાવેલા છે. બળદને કોઈ રીતે કષ્ટ ન પડે તે માટે વેદ ધર્મ સજાગ છે.

ભગવાન શંકરે બળદને પોતાનું વાહન બનાવીને તેને પોતાનું રક્ષણ આપ્યું છે. તેના પોતાના ધ્વજમાં સ્થાન આપીને પોતાને વૃષભધ્વજ તરીકે ઓળખાવ્યા છે.

ભગવાન શંકરનું સ્થાન કૈલાસ પર્વત ઉપર છે. એટલે વિશ્વમાં સહુથી ઊંચા આસને પોતાનું સ્થાન બનાવી ત્યાં પોતાનો ધ્વજ રોપીને વૃષભને વિશ્વમાં સહુથી ઊંચા આસને બેસાડયો છે અને ભગવાન શંકરની પૂજા કરતા પહેલાં નંદિની પૂજા કરવી પડે છે. આમ શંકર ભગવાને બળદને ઊંચું સ્થાન આપીને મહત્તા સ્થાપી છે.

જેમ વેદોએ ગાયનું મૂલ્યાંકન તેના દૂધથી નહીં પણ તેના છાણથી કર્ય઼ું છે, તેમ બળદનું મૂલ્યાંકન પણ તેની શ્રમ શક્તિથી નહીં, પણ છાણમાં લક્ષ્મીનો વાસ છે એમ કહી છાણથી કર્ય઼ું છે.

પરંતુ દુર્ભાગ્યે પશ્ચિમી શિક્ષણના પ્રભાવે આપણે બળદનું મૂલ્યાંકન તેના શ્રમ વડે કરી તેનું અવમૂલ્યન કરી નાખ્યું.

ચાર પુરુષાર્થની સંસ્કૃતિનો પ્રાણવાયુ છાણ છે એ ભૂલાવીને દૂધ આપવાની અને શ્રમ કરવાની શક્તિને ખોટા માપદંડ બનાવીને આપણે આપણા પશુધનનું અવમૂલ્યન કરી નાખ્યું છે.

પરિણામે પશુ માત્ર આર્થિક કસોટી ઉપર અનાર્થિક બનીને કતલપાત્ર બની રહ્યો છે. પશુઓની કતલ થવાથી છાણનો પુરવઠો તૂટી પડયો છે, તે તૂટવાથી છાણનો દુકાળ પડયો છે.

છાણનો દુકાળ એટલે લક્ષ્મીનું વિસર્જન.

લક્ષ્મીનું વિસર્જન થવાથી પ્રજા બેકારી, ગરીબી, બિમારી અને ભૂખમરાથી પીડાઈ રહી છે.

આજે પશુઓ માત્ર કતલથી નથી મરતા. ભૂખમરાથી પણ મરે છે, તરસથી પણ મરે છે. ભૂખથી અને તરસથી તેમને મરતા જોવા તૈયાર ન હોય તેવા પશુપાલકો તેમને કતલખાને વેચે છે.

બળદોની કારમી કતલથી સાંઢની વસતિનું તો નિકંદન જ નીકળી ગયું છે. દેશને 30 લાખ સારા તંદુરસ્ત સાંઢની જરૂર છે. તેને બદલે માત્ર 3 લાખ 90 હજાર નબળા બિનકાર્યક્ષમ સાંઢ દેશમાં છે.

પરિણામે દેશની કુલ 5 કરોડ 64 લાખ ગાયોમાંથી યોગ્ય સમયે સાંઢ ન મળવાથી 3 કરોડ 13 લાખ 80 હજાર ગાયો વાંઝણી બની ગઈ છે. અર્થાત્ આ 3 કરોડ ગાયો નિર્વંશ જશે. કતલ કર્યા વિના જ આ ત્રણ કરોડ ગાયોના જન્મનારા 30 કરોડ વાછરડાનો જન્મ અટકીને આપણા પશુધનનું નિકંદન નીકળી જશે.

ગોવંશ માત્ર કાયદાથી નહીં બચી શકે. તેને બચાવવો હોય તો -

1. છાણની મહત્તા સ્વીકારવી પડશે.
2.
ચરિયાણો વિસ્તૃત કરવા પડશે.
3.
કપાસિયા પીલવાનું બંધ કરવું પડશે.
4.
ખાદી - ગ્રામોદ્યોગ ફરીથી જીવંત કરવા પડશે.
5.
કૃષિ નીતિ બદલવી પડશે.

- લેખકઃ સ્વ. વેણીશંકર મુરારજી વાસુ