Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain
Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign
Contribution (Regulation) Act.
જીવદયા
- 13 જૂન-97 રોજ રાજસ્થાનના કોરોલી ગામમાંથી 5,000 બળદો કતલખાનામાં લઈ જવાતા અટકાવીને તેમની ખેતીના કાર્ય માટે દાન સ્વરૂપે નિઃશુલ્ક વહેંચણી કરી દેવામાં આવી. આ રીતે કીમતની દૃષ્ટિએ રા. 50 લાખના બળદોનો જીવ બચાવ્યા અને વિનિયોગ પરિવાર તરફથી રા.25 હજાર ઘાસચારા માટે ખર્ચે પેટે મોકલવામાં આવ્યા.
- 21-11-1997ના રોજ 999 વાછરડા રાજસ્થાનથી પગપાળા ઔરંગાબાદ ખાતે કતલ માટે લઈ જવાતા હતા. જેની જાણ અખિલ ભારત કૃષિ ગૌ સેવા સંઘ કાર્યકરોને થતા તેનો કબજો લઈને ગોપાલ અગ્રવાલ શેઠની ગોશાળામાં રાખવામાં આવ્યા.
- આ જ રીતે 923 વાચ્છરડાઓને કતલ થતાં બચાવી લેવાયા. તા. 24-9-1998ના રોજ રાજસ્થાનના બારા જિલ્લાથી મધ્યપ્રદેશના હોશંગાબાદમાં કતલ માટે પગે ચલાવી લવાયેલા 923 વાચ્છરડાઓને કેસરીચંદ ભાઇએ બચાવી મધ્યપ્રદેશ ગોસેવા આયોગને સાચવવા આપ્યા.
- તા.7-12-99 તેમજ 10-12-99ના રોજ રાજસ્થાનના મેડતા સિટી રેલવેસ્ટેશને 3,100 વાછરડાઓની ભરેલી બે ગાડી તથા તા. 20-12-99ના રોજ ફલોદી ગામે વધુ 1400 વાછરડા ભરેલી ગાડી કેસરીચંદજી મહેતા તથા કાર્યકરોએ પકડી અને માલવા પ્રાંતની ગૌશાળાઓમાં સુપરત કર્યા.
- 1989માં રાજસ્થાનથી મુંબઈ આવતી માલગાડીમાં 711 બળદો દેવનાર કતલખાનામાં લઈ જવાતા હતાં. વસઈ સ્ટેશને શ્રી કેશરીચંદજી મહેતા તથા વર્ધમાન સંસ્કૃતિ ધામ અને બજરંગદળના યુવાનોએ હિંમત જતાવી ગાડી ઊભી રખાવી ને બળદોનો કબજો લીધો. તે પછી આજ રોજ સુધી મુંબઈમાં માલગાડી દ્વારા પશુ લાવવાના બંધ થયા છે.
- રાજસ્થાનમાં બકરી ઇદની ઉજવણી દરમિયાન પશુ મેળામાં લવાયેલા અને ત્યાંથી કતલખાને મોકલાવાતા 1014 જેટલા વાછરડાને બચાવી લીધા હતા અને સવાઈમાધોપુર ખાતે પશુઓની હેરફેર કરતી ટ્રેન પર દરોડો પાડી અંદાજે 800 વાછરડાને બચાવ્યા તેમજ રાજસ્થાનના ફલૌદી, સુમેરપુર નાઘૌર ખાતે વાછરડાને લઇ જતી ત્રણ ટ્રક પકડી કુલ 215 વાછરડાને બચાવી લેવાયા.
- શ્રી કેસરીચંદ મહેતાની સજાગતા અને માર્ગદર્શનથી હજારો પશુઓની કતલ નિવારાઇ. બકરી ઇદ નિમિત્તે ગેરકાયદેસર કતલ માટે રાજસ્થાનથી નાગપુર પગપાળા લઇ જવાતા પશુઓને જપ્ત કરી 1200 પશુઓને બચાવી ગૌવંશ રક્ષણ સમિતિની બારાશિવની ખાતેની પાંજરાપોળને સોંપવામાં આવ્યા.
- વિનિયોગ પરિવાર, શ્રી વર્ધમાન પરિવાર અને અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના સરફરોશ કાર્યકરો જીવના જોખમે ગોવંશ અને અન્ય જીવોને કતલખાને જતા બચાવે છે, એ વાત નવી નથી. એકલ-દોકલ જીવથી માંડી બસો-પાંચસો જીવોના કેટલાય ધણ બચાવ્યા, એ વાત નવી નથી. છેલ્લે-છેલ્લે હોશંગાબાદમાં એક જ ઝાટકે 923 વાછરડા સપ્ટેમ્બર, 1998માં અને તે પૂર્વે 999 વાછરડા ખામગાંવમાં બચાવાયા હતા.
- ડિસેમ્બર, '99માં રાજસ્થાનના જોધપુર રેલવેસ્ટેશનેથી 3 આખી ટ્રેન (40 ડબ્બાની એક ટ્રેન) ભરીને લગભગ 5000 વાછરડાં રાજ્યની બહાર ખેતીને નામે લઇ જવાતાં રોકવામાં આવ્યાં હતાં. રાજ્ય સરકારે હાલનો કાયદો બદલવાનો પ્રયાસ કર્યો છે જેનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કરાયો છે. આ કેસ થતાં ત્યાર બાદ રાજસ્થાનમાંથી પશુઓની ટ્રેન માર્ગે થતી નિકાસ બંધ પડી છે અને એમ પરંપરાએ લાખોની સંખ્યામાં ગોવંશની રક્ષા થઈ છે.
- ઉપરોક્ત કેસની કોર્ટેની કાર્યવાહી હજુ ચાલી રહી હતી ત્યાં જ તા. 20-12-'99ના રોજ ફાલોદી ગામે વધુ 1400 વાછરડા ભરેલી ગાડી પકડાઈ.
- 1998માં રાજસ્થાનથી જતી ટ્રેન આણંદમાં અટકાવી જે ટ્રેનમાંથી 1700 નાનાં વાછરડાં છોડાવ્યા અને આ પશુઓને ડીસા પાંજરાપોળમાં રાખેલાં હતાં.
- મે, 2001 માં કતલ માટે લઇ જવાતાં 1200 વાછરડાં ભરેલી ટ્રેન ખરગી રોડ (છત્તીસગઢ)થી ઊપડી અને જ્યારે સાગર સ્ટેશને પહોંચી ત્યારે આ ટ્રેનમાંનાં પશુઓનો કબજો લઇ દયોદય પાંજરાપોળ, સાગરને આપ્યો. કતલ માટે જતા લગભગ 1200 વાછરડા બચાવ્યા.
- તા. 2-5-2001ના મધ્યપ્રદેશના બીના જંકશન સ્ટેશનથી 872 ભેંસના પાડા અને 300 ગાયના વાછરડા ભરીને એક આખી ટ્રેન ખરગી રોડ (છત્તીસગઢ) જઇ રહી હતી તેને જીવદયા પ્રેમીઓએ અટકાવી અને શ્રી કેસરીચંદ મહેતાના સહયોગ દ્વારા મ.પ્ર.ના પશુ રક્ષણ કાયદા હેઠળ કેસ દાખલ કર્યો અને 1200 વાછરડાને બચાવી લેવાયા.
- તા. 10-2-2002ના રોજ ગોરક્ષક શ્રી ચંદ્રકાંતભાઈ ઓઝાએ ગોવંશની કતલ માટે થતી હેરફેરના સમાચાર શ્રી કેસરીચંદ મહેતાને નવસારીના તપોવનમાં પહોંચાડયા. શ્રી કેસરીચંદભાઈએ તરત જ નાગપુરના એસ.પી.ને ફોન ઉપર આ સમાચાર આપ્યા, 1200 પશુઓને શ્રી વિનોદ સંચેતી દ્વારા સંચાલિત ગૌવંશ રક્ષણ સમિતિની વારાશિવની (જિલ્લો બાલાઘાટ) ખાતેની પાંજરાપોળમાં અભય આપવામાં આવ્યું.
- 544 પશુઓને કતલખાને જતા બચાવ્યા (9-7-2002 થી 31-1-2003) . બકરી ઇદના દિવસો દરમિયાન શ્રી કેસરીચંદભાઈ મહેતાના નેજા હેઠળ કાર્યકરોએ માલેગાંવ ખાતે કુલ 21 ટ્રકોમાં 544 ઢોરોને કતલખાને જતાં બચાવ્યા હતા.
- શ્રી ગૌશાળા પાંજરાપોળ સંસ્થા, માલેગાંવ દ્વારા વર્ષ 2003-2004 દરમિયાન કસાઈઓ પાસેથી કુલ 603 (ગૌવંશ) પશુઓ જપ્ત કરાયા હતા.
- 3 ઓક્ટોબર, 2004 ના દિવસે રાતના 2 વાગે છાપામારી કરી 1600 ગાયો બાલાઘાટ ગામથી લઈ જતા આદિવાસીઓ પાસેથી જપ્ત કરી.
- 25 સપ્ટેમ્બર, 2005 ના 5000 પશુઓને મધ્યપ્રદેશ - કટની ગામના આજુબાજુના જંગલ વિસ્તારમાંથી વણજારા પાસેથી જપ્ત કરવામાં આવ્યા.
- તમિલનાડુમાં પશુઓને કતલખાને જતા બચાવ્યા. વિનિયોગ પરિવાર અને અખિલ ભારત કૃ.ગો. સંઘના કાર્યકરોએ શ્રી કેસરીચંદ મહેતાની આગેવાની હેઠળ તામિલનાડુથી કેરળ જતી 4 ટ્રકો પકડીને 77 મોટા પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા.
- 15 ડિસેમ્બર, 2005 ના રોજ ખરગોન ગામમાંથી 1660 વાછરડાં પકડવામાં આવ્યા.
- તા. 3-4-2005ના રોજ રાજસ્થાનથી આવતી ટ્રક નં. RJ 19KJ-3027 માં 52 (બાવન) પશુઓને ડોકથી લટકાવીને બાંધેલી હાલતમાં બકરી ઈદ દિન દિવસે ગેરકાયદેસર કતલ કરવા માટે માલેગાવમાં લઈ જઈ રહ્યા હતા તે વખતે આપણી સખી સંસ્થા અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘના અધ્યક્ષ શ્રી કેસરીચંદજી મહેતા તથા તેમના સહ-કાર્યકરો એ મળીને આ ટ્રકને પકડીને પશુઓ બચાવી લીધા અને તેનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલ્યો. તેના ચુકાદારૂપે આગળ જણાવ્યું તેમ હાઈકોર્ટે પશુરક્ષા માટે હાઈપાવર કમિટી નિમવાનો આદેશ આપ્યો છે. તેના થોડા દિવસ બાદ બીજા એક ટ્રકમાં 28 ગૌવંશીય પશુઓ પકડવામાં આવ્યા હતા અને 30-3-05 ના રોજ ટાટા સુમો વાહનમાં 6 પશુઓ લઈ જવાતા પકડાયા હતા.
- ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પડેલા 4-5 વર્ષના કારમા દુકાળને કારણે માલિકો દ્વારા ત્યાજેલા આશરે 7700 જેવા પશુઓને કસાઈઓ હંકારીને કતલખાને લઈ જતા હતા. જેની જાણ શ્રી હરિશંકરભાઈ અવસ્થીને થતાં કેસરીચંદભાઈના કાનૂની માર્ગદર્શન હેઠળ પોલીસને લઈ કસાઈઓ પાસેથી પશુઓનો કબજો લીધો અને પશુઓ માટે ભૂસા અને પાણીની વ્યવસ્થા કરાઈ હતી અને મધ્યપ્રદેશની વિવિધ ગૌશાળામાં પશુઓને મોકલાયા હતા. ચાર મહીના ચાલેલા આ કાર્યમાં લગભગ 24000 પશુઓ માટે મધ્ય પ્રદેશમાં નીરણ કેદ્રો ચલાવીને લગભગ રા.47,21,000 નો ખર્ચ કરવામાં આવ્યો.
- પશુરક્ષામાં સહાયક થાય તેવું સાહિત્ય - પુસ્તકો, નિબંધો, પોસ્ટરો, જાહેરખબરો, પરિપત્રકો વિગેરે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
- છેલ્લા 19 વરસથી વિનિયોગ પરિવાર તથા અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ અનેક પાંજરાપોળોની મુલાકાત લઈ સુંદર સંચાલન કરનાર યોગ્ય પાંજરાપોળની જાતતપાસ કરી આર્થિક સહકાર આપી રહી છે. વર્ષ 1993-94 થી 2000-01 સુધી રા.1,58,90,463/- આર્થિક સહાય રૂપે આપવામાં આવેલ છે. ત્યાર પછી આપેલ સહાય વર્ષવાર નીચે મુજબ છે.
1) વર્ષ 2001-02 Rs. 25,84,551
2) વર્ષ 2002-03 Rs. 14,09,000
3) વર્ષ 2003-04Rs. 19,74,500
4) વર્ષ 2004-05 Rs. 27,70,000
5) વર્ષ 2005-06 Rs. 19,79,000
6) વર્ષ 2006-07 Rs. 31,23,000
7) વર્ષ 2007-08 Rs. 27,56,711
8) વર્ષ 2008-09 Rs. 26,11,052
કુલ Rs. 1,92,07,814
આમ, અત્યાર સુધી કુલ રા.3,50,98,277/- ની આર્થિક સહયોગ ઊભો કરાયો છે.- દેશમાં વિધવિધ ઠેકાણે ભરાતા સેમીનારો/ કૉન્ફરન્સો વિગેરેમાં વિનિયોગ પરિવારના પ્રતિનિધિઓએ હાજરી આપી છે.
આયોજન પંચ વિગેરે સરકારી વિભાગોમાં રજૂઆતો કરી છે, અનેક રાજ્યોના પશુપાલન/ કાયદા ખાતાઓ સાથે યોગ્ય કાયદાઓ/ સુધારાઓ વિગેરે કરવા સફળ મંત્રણાઓ કરી છે અને સંતોષપ્રદ પરિણામો મેળવ્યા છે.- વીડ વિકાસ કાર્યોનો અહેવાલ : સુરેદ્રનગર જિલ્લાના સાયલા ગામ ખાતે શ્રી સાયલા મહાજન પાંજરાપોળ, સાયલા જૈન સંઘ તેમ જ વિનિયોગ પરિવાર દ્વારા સાયલાની 180 એકર જમીનમાં ઊગી નીકળેલા ગાંડા બાવળના વનને માનવ શ્રમની મદદથી (મશીનથી નહીં) દૂર કરી આ ઉજ્જડ જમીનને નવપલ્લવીત કરી છે.
- આજ રીતે વંથલી, રાપર, મનફરા પાંજરાપોળોમાં માનવ શ્રમની મદદથી ગાંડો બાવળ કાઢવાનું કાર્ય કરાવ્યું હતું.
- દુષ્કાળ રાહતકાર્યનો અહેવાલ : વિક્રમ સંવત 2057 ના ભુકંપ પછીના ભયંકર દુષ્કાળે માનવોની હાલત પણ કફોડી કરી હતી ત્યારે અબોલ પશુઓની ચિંતા તો કોણ કરે? એવા વખતે ટાંચાં સાધનો વચ્ચે પ્રજાની હાલાકી અને પશુધનની પારાવાર પીડાની મૂંગી ચીસોનો આર્તનાદ સાંભળી વિનિયોગ પરિવાર દ્વારા (શ્રી વઢવાણ મહાજનના કાર્યકરોની સાથે) ઝાલાવાડ વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિને પહોંચી વળવા અલગ અલગ ગામડાંમાં સરકારની મદદ વિના કુલ 50 નીરણ કેદ્રોનું વિશાળ નેટવર્ક ગોઠવવામાં આવ્યું. આ નીરણ કેદ્રો દ્વારા લગભગ 40,000 થી 50,000 પશુઓને સાચવી શકાયાં. આ વ્યવસ્થામાં ઘણી વિચારણાથી ગોઠવણી દ્વારા પાછલા વર્ષ કરતા ખર્ચ ખૂબ ઓછું આવ્યું હતું. પશુ દીઠ 4 રૂપિયા ખર્ચમાં પશુપાલકને 9 રૂપિયાનું ઘાસ આપી શકયા હતા. ભૂકંપ પછી ગામડાંની પ્રજાની પ્રસન્નતામાં નીરણ કેદ્રો સહાયક બન્યા હતા.
- કચ્છના તમામ દુષ્કાળિયા વિસ્તારમાં પશુરક્ષા માટે વિશાળ સંખ્યામાં કાર્યકરોની મદદથી નેટવર્ક ગોઠવ્યું હતું. મધ્યપ્રદેશના બીના જંકશનથી બે ટ્રેન દ્વારા કચ્છ અને ઝાલાવાડ વિસ્તારની 30થી ઉપર પાંજરાપોળો તથા અન્ય વિસ્તારોમાં કુલ લગભગ 965 ટન ચણાની ફોતરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- ઉપરના કાર્યોમાં વર્ષવાર નીચે પ્રમાણે ખર્ચ થયો છે.
2000-2001 Rs. 1,09,56,593/-
2002-2003 Rs. 17,76,383/-
2003-2004 Rs. 1,01,26,338/-
2008-2009 Rs. 46,59,118/-
કુલ Rs. 2,75,18,432/-- વર્ષ 2009ના નબળા ચોમાસા બાદ રાજસ્થાનના મોટા વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ ચાલુ છે. ત્યાં જોધપુર, પાલી, સોજત જિલ્લામાં જાન્યુઆરી 2010 સુધી લગભગ રા.40/- લાખનો ઘાસચારો પંહોચાડવામાં આવ્યો.
- આ કાર્ય હજુ ચાલુ છે અને બીજા લગભગ 40 થી 50 લાખ રૂપિયાનો ઘાસચારો મોકલવાની વ્યવસ્થા કરવાની ભાવના છે.
- ગંજી બનાવવાનું કાર્ય : જ્યારે વરસાદ સારો હોય અને ઘાસચારાના ભાવ નીચા હોય ત્યારે ધાસચારાની ખરીદી કરી તેને અલગ અલગ ગામડાંઓમાં, સલામત સ્થાને ગંજી સ્વરૂપે ગોઠવવામાં આવે છે. અને જ્યારે જરૂરત પડે ત્યારે ગંજીઓ ખોલીને ઘાસચારાનું વિતરણ કરવામાં આવે છે. આ બધું કાર્ય શ્રી અતુલ બાપુ (સુરેદ્રનગર)ના નેજા હેઠળ કરવામાં આવે છે.
- પશુ ઘાસચારા અને નિભાવ ખર્ચ : બોરસદ પાસે લગભગ 400 વીઘા જમીન ભાડે લઈ તેમાં 200 વીઘામાં જુવારનું વાવેતર કરી સ્થળ પર પડતર 12 રૂપિયે મણ (20 કિલો)ના ભાવે લીલી જુવારનું વિતરણ કરવાની યોજના શરૂ કરેલ. બોરસદ અને આજુબાજુના અન્ય વિસ્તારમાં ખેડુતોને પ્રોત્સાહન અને ઘાસ ખરીદી અને વેચાણની બાંયઘરી આપી એ ખેડૂતોની ત્રણ હજાર એકર જમીન પર જુદા જુદા પ્રકારનું લીલા ઘાસનું વાવેતર થયું છે.
- વિક્રમ સંવત 2058/59માં પણ ગુજરાતના અમુક જિલ્લાઓ સતત ચોથા વર્ષે દુષ્કાળની નાગચૂડમાં ફસાયા હતા. સીમિત સાધનો અને માનવબળ સાથે સમસ્ત ગુજરાતના પશુઓની વહારે તો જઈ શકાય તેમ ન હતું. તેથી જે વિસ્તારમાં માનવબળની વ્યવસ્થા થઈ શકી, એટલે કે જ્યાં શ્રી અતુલભાઈ(બાપુ)ની રાહબરી હેઠળ સેંકડો યુવાનો રાત-દિવસ કામ કરવા તૈયાર હતા તેવા ઝાલાવાડ વિસ્તારમાં ઝીણવટ ભરેલ સર્વે બાદ 99 સ્થળે નીરણ કેદ્રોની વ્યવસ્થા કરવામાં આવી.
- રાજસ્થાનમાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિમાં દહાણુ, વાપી, અકોલા, ભુસાવળ, બીના વગેરે સ્થળોથી કુલ 8 ટ્રેનો ભરીને ઘાસ, ચણાની ફોતરી, જુવારનો વતરો અને નવસારીથી શેરડીના છોગાની 68 ટ્રકો પાલી અને સોજત સિટીમાં મોકલાવી. રાજસ્થાન સરકાર વતી પાલી જીલ્લાના કલેક્ટર દ્વારા ઘાસચારાની કિંમત ચૂકવવામાં આવી પરંતુ વ્યવસ્થા અને વહીવટી ખર્ચ વિનિયોગ પરિવાર દ્વારા કરવામાં આવ્યો.
- આ પ્રમાણેનું કાર્ય સતત ચાલુ છે જેમાં : વર્ષ 1993-94 થી 2000-01 સુધી Rs.12,54,079/- ઘાસચારાના સહાયરૂપે આપવામાં આવેલ છે. ત્યાર પછી આપેલ સહાય વર્ષવાર નીચે મુજબ છે.
2001-2002 Rs. 2,89,238/-
2002-2003 Rs.4,06,605/-
2003-2004 Rs. 18,59,972/-
2004-2005 Rs. 11,72,167/-
2005-2006 Rs.27,46,690/-
2006-2007 Rs. 3,56,451/-
2007-2008 Rs. 14,06,907/-
2008-2009 Rs. 6,46,286/-
કુલ રકમ Rs.88,84,317/-
આમ, અત્યાર સુધી કુલ. Rs.1,01,38,396/- નો ઘાસચારો વિતરણ કરાયો છે.- ભૂકંપ : જાન્યુઆરી 2001ના ભૂકંપથી બેઘર થયેલાઓ માટે વિનિયોગ પરિવાર અને `મિડ-ડે' મુંબઈ દ્વારા બનાવાયા 674 મકાનો 26-01-2001 ના રોજ આવેલ ભૂકંપ બાદ ભૂકંપ રાહત ફંડમાં કુલ Rs. 1,67,56,830/- નું ફંડ આવ્યું અને આ રકમ પર વ્યાજ મળીને કુલ 1,72,12,258/- નો ખર્ચ ત્રણ વર્ષના સમય ગાળામાં વિનિયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રકમમાં દ્વારા ત્યાંના વિસ્તારમાં રહેતા પારંપરિક ઘર બાંધવાના જાણકાર એવા ઓડ જ્ઞાતિના લોકો તથા સ્થાનિક મજૂરો અને કારીગરોનો ઉપયોગ લઈ 300 ચો. ફૂ.નું એક મકાન, એવા 674 મકાનો બાંધવામાં આવ્યા હતા. ખર્ચેલા નાણાંનો એકએક રૂપિયો તે જ વિસ્તારમાં રહ્યો. સાથે જ ઓડ જ્ઞાતિનો અને કુંભારોનો વ્યવસાય સજીવ થયો અને પર્યાવરણ તથા ટકાઉપણાની દૃષ્ટીએ ઉત્તમ મકાનો બનાવી શકાયા. આ કાર્ય માટે નીચે પ્રમાણે વર્ષવાર ખર્ચ કરવામાં આવ્યો હતો.
2000-2001 Rs. 21,00,917/-
2001-2002 Rs. 1,22,67,735/-
2002-2003 Rs. 28,43,605/-
કુલ રકમ Rs.1,72,12,258/-- પૂરરાહત કાર્ય : 2005 તથા 2006 માં મુંબઈ તેમજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પૂરના કારણે જે નુકસાન થયેલ તે સમયે વિનિયોગ પરિવાર તથા શ્રી વર્ધમાન પરિવારના કાર્યકરો દ્વારા રાહત કેમ્પો તેમજ નવા માટીના મકાનો બાંધવા જેવા અનેકવિધ કાર્યો માટે રા.35.40 લાખ જેવી રકમ નીચે મુજબ વર્ષવાર વપરાયેલ.
2005-2006 Rs. 9,25,063/-
2006-2007 Rs. 15,87,607/-
2007-2008 Rs. 8,59,482/-
2008-2009 Rs. 1,68,501/-
કુલ રકમ Rs. 35,40,653/-- માનવ રાહતના કાર્યો :
1. ઝાલાવાડ પ્રદેશના અગરિયાઓ અને દેગામના દેવીપૂજક જ્ઞાતિના પરિવારોને માટીના ઘરો બંધાવી આપ્યા. તે સર્વે પરિવારોને અનાજ તેમજ છાશવિતરણનું કાર્ય કરેલ. સાથે એઢોણી અને સુપડા પણ આપવામાં આવ્યા.
2. આપણે ત્યાં પરિવાર સાથે રહેવાના સંસ્કારોનો વારસો સચવાયેલો છે. પરિવાર સાથે રહેતા, ગ્રામ્યપ્રજા સાથે સત્સંગ સાચવતા, ભજન કરતા અંધ પરિવારો વધારે પ્રસન્નતા અનુભવે તે અર્થે તા.8-10-2006 ના રોજ વિનિયોગ પરિવાર અને વિતરાગ સેવા કેદ્ર દ્વારા રોકડ સહાય અપાયેલ.
3. 2006ની સાલમાં ચિકનગુનિયાના ભયંકર રોગચાળા વખતે આયુર્વેદિક પદ્ધતિથી 1125 દર્દીઓને દવા સાથે વિનામુલ્યે સારવાર આપવામાં આવી.
4. ઝાલાવાડ અગર વિસ્તારના વિધવા બહેનોને તા.2-7-2006 ના રોજ બાજરી તથા અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રમાણેનું માનવરાહત/ અનુકંપાનું કાર્ય સતત ચાલુ છે, જેના ખર્ચની વિગત વર્ષવાર નીચે મુજબ છે.
2002-2003 Rs. 4,83,347/-
2003-2004 Rs. 35,002/-
2004-2005 Rs. 1,32,290/-
2005-2006 Rs. 9,25,063/-
2006-2007 Rs. 50,000/-
2007-2008 Rs.5,05,328/-
2008-2009 Rs.4,65,257/-
કુલ રકમ Rs. 25,96,287/-- કચ્છના અબડાસા તાલુકામાં ગૌ-સંવર્ધન અને સમસ્ત સિયાસત ગામમાં પારંપરિક અર્થતંત્રનો પુનરૂદ્ધાર
- વિનિયોગ પરિવારના કાર્યકર શ્રી દેવચંદભાઈ ગડા દ્વારા કચ્છના અબડાસા તાલુકામાં સિયાસત ગામમાં અઢારે વર્ણના કામ-ધંધા-વ્યવસાયો પુનર્જિવિત કરવાનું કાર્ય શરૂ કરાયું છે. પ્રથમ તબકકામાં 61 ગાયો (કિંમત લગભગ રા.1.80 લાખ) ગામના વિવિધ પરિવારોમાં અપાઈ. ખેડૂતોને લગભગ રા.65000નું બિયારણ (જુવાર-બાજરી)નું અપાયું. હવે બળદ-ગાડા બનાવડાવવાનું કાર્ય ચાલુ છે જેમાં લગભગ રા.એક લાખનો ખર્ચ થશે. આગળના કાર્યક્રમમાં ગામના અઢારે વર્ણના વ્યવસાયો ફરી પલ્લવિત થાય તેના પ્રયત્નો કરવાની ધારણા છે.
* * * * * * * * * *