Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

ન્યાય - કાયદો - રાજ્યસત્તા

ન્યાય, કાયદો અને રાજ્યસત્તા- એ ત્રણે પરિબળોના આંતરિક સંબંધો, એક-બીજાની અપેક્ષાએ અગ્રતાક્રમ, પ્રજાના જીવન પર એ ત્રણેનો પ્રભાવ ઇત્યાદિનો ગંભીરતાથી વિચાર કરવો પડે તેમ છે.

આ દેશના પ્રાચીન સંતો અને મહાપુરુષોએ જગતને ભેટ આપેલી વ્યવસ્થાઓ અંતર્ગત ન્યાયને ધર્મનો પર્યાય માનીને સર્વોચ્ચ સ્થાને બેસાડ્યો હતો. આજે ન્યાય અને કાયદો એક બીજાના પર્યાય માની લેવાય છે, જે એક ભ્રમ છે. એ બન્ને અલગ વસ્તુઓ છે. કાયદા વિના પણ ન્યાય હોઈ શકે છે જ્યારે ન્યાય વિના કાયદો ન હોઈ શકે.

કાયદાનો Concept આવ્યો ક્યાંથી? ઉક્રાંતિવાદમાં માનનાર ઇતિહાસકારોની માન્યતા મુજબ ટૂંકમાં એનો ઇતિહાસ કહેવો હોય તો એમ કહેવાય- માણસ આ સૃષ્ટિમાં એકલવાયો હતો. ગમે ત્યાં રહેતો, ગમે ત્યાં ખાતો, ને ગમે ત્યાં રખડતો. પણ વખતના વહેવા સાથે માણસ સમૂહમાં રહેતા શીખ્યો. એવા નાના નાના અનેક સમૂહો રચાયા એટલે પરસ્પરના વહેવાર અને વર્તનના નિયમો ઘડાયા. આ નિયમો નૈતિક હતા. આને નૈતિક કાયદો એમ કહી શકાય. પછી લોકોને લાગ્યું કે તેઓની સંખ્યા એટલી બધી વધી ગઈ ને વહેવારો એવા વ્યાપક બન્યા કે કાયદાનો અમલ કરવા સત્તાની જરૂર છે. એટલે તેમણે સત્તા સ્થાપી. સત્તાને કાયદાનો અમલ પણ સોંપાયો ને નવા કાયદા કરવાનો અધિકાર પણ સોંપ્યો. આ રીતે કાયદો અને સત્તા પરસ્પરાવલંબી બન્યા. તે છતાં કાયદો કરવાની અસલ સત્તા ક્યાંથી આવી તેનો કોયડો ઉકેલી શકાયો નથી.

આધુનિક રાજ્ય વ્યવસ્થાએ કાયદાઓનું જંગલ ઉભું કર્યું. લોકશાહી રાજ્ય પ્રણાલીએ એ કાયદાઓ ઘડવાની વિચિત્ર વ્યવસ્થા ઉભી કરી. બહુમતવાદ, અને એ પણ Manipulate થઇ શકે તેવા બહુમતવાદના હાથમાં કાયદો કરવાની સત્તા આવી અને એ કાયદાને Uphold કરવો એ ન્યાયપાલિકાનું કર્તવ્ય ગણાયું. આ બધી વ્યવસ્થામાં ન્યાયનું સ્થાન તો તળિયે જઇને બેઠું.
ન્યાયાધીશ તરીકે બેસનાર વ્યક્તિ સજ્જન હોય, નિષ્પક્ષપાતી હોય, વિવેકબુદ્ધિ ધરાવતો હોય, ધર્મનું સર્વોપરીપણું સ્વીકારતો હોય, હેતુ અને અનુબંધનું સમતોલપણું જાળવવાની દૃષ્ટિવાળો હોય તો કોઈ પણ કાયદા (આજના Codified laws) વિના પણ ન્યાય આપી શકે. બીજા પક્ષે, ગમે તેટલા Codified laws હોય પરંતુ તેમાં ન્યાયનું તત્વ ન હોય તો ન્યાય ન કરી શકાય. ન્યાય અને કાયદો એ બન્ને ભિન્ન બાબતો છે.

ન્યાય, કાયદો અને રાજ્યસત્તાને એક ત્રિકોણ તરીકે કલ્પીએ તો ત્રણ વિકલ્પો સંભવે છે;

(અ) ત્રિકોણના ટોચના ખૂણે ન્યાય હોય અને ત્રિકોણની આધાર રેખાના બે ખૂણે કાયદો અને રાજ્યસત્તા હોય.
(
બ) ત્રિકોણના ટોચના ખૂણે કાયદો હોય અને ત્રિકોણની આધાર રેખાના બે ખૂણે રાજ્યસત્તા અને ન્યાય હોય.
(
ક) ત્રિકોણના ટોચના ખૂણે રાજ્યસત્તા હોય અને ત્રિકોણની આધાર રેખાના બે ખૂણે ન્યાય અને કાયદો હોય.

સાચી વ્યવસ્થા પહેલા વિકલ્પ પ્રમાણેની હોવી જોઈએ. ન્યાય સર્વોપરી હોય, કાયદો અને રાજ્યવ્યવસ્થા તેના સહાયક હોય. પરંતુ હાલના ન્યાયતંત્રમાં કાયદો સર્વોચ્ચ સ્થાને છે અને કાયદો એટલે Codified laws. રાજ્ય સત્તા પણ એને નમે અને ન્યાય નીચલા સ્થાને હોય. પરંતુ કાયદો, જે બીજા વિકલ્પમાં ટોચ પર છે, તે બનાવવાની સત્તા તો રાજ્યસત્તાને છે, એટલે વાસ્તવિક રીતે તો રાજ્યસત્તા જ સર્વોપરી છે અને ન્યાય અને કાયદો બન્ને તેના તાબેદાર છે. અત્યારે જે સ્થિતિ પ્રવૃત્તે છે તે ત્રીજા વિકલ્પ મુજબની છે.

આપણા દેશમાં ન્યાયપાલિકામાં સુપ્રિમ કોર્ટ સર્વોચ્ચ સ્થાને છે. પરંતુ તેણે આપેલા અનેક ચુકાદાઓ રાજ્યસત્તાએ પાછળથી સંસદમાં તેનાથી વિપરીત કાયદા બનાવીને ઉલટાવી નાખ્યાના દાખલા છે. એટલે એ વાત નિર્વિવાદ છે કે વર્તમાન વ્યવસ્થાઓમાં રાજ્યસત્તા જ સર્વોપરી છે.

રાજ્યસત્તાને કાયદાઓ કરવાનો અધિકાર મળ્યો ક્યાંથી? રાજ્યસત્તા કાયદા કરે છે વિધાનસભાઓમાં અને સંસદમાં અને એવા કાયદાઓ કરવાની સત્તાના મૂળ તરીકે બંધારણને આગળ ધરાય છે. બંધારણ કોણે અને કઈ સત્તાથી બનાવ્યું? બંધારણ બનાવ્યું બંધારણ સભાએ અને બંધારણ સભા રચાઈ ઇંગ્લેન્ડની પાર્લિયામેંટ દ્વારા ઘડાયેલ કાયદા દ્વારા. ઇંગ્લેંડની પાર્લિયામેંટને એવો કાયદો કરવાની સત્તા ક્યાંથી મળી? એમ જવાબ કદાચ અપાય કે ભારત ઇંગ્લેંડના તાબાનું રાષ્ટ્ર હતું તેથી તેને માટેના કાયદા તે (ઇંગ્લેંડ) બનાવી શકે. પરંતુ ભારત ઇંગ્લેંડના તાબાનું રાષ્ટ્ર કઈ રીતે બન્યું?અને આ પ્રüા એ તમામ રાષ્ટ્રોના સંદર્ભે થઇ શકે જે એક વખત બ્રિટિશ રાજ્યના ગુલામ હતા અને હવે કોમનવેલ્થ (સહિયારી સંપત્તિ) તરીકે પરોક્ષ રીતે બ્રિટનના આજે પણ ગુલામ છે. બ્રિટનની એ સત્તાનું મૂળ 1493માં જારી કરાયેલ પોપનો ફતવો છે. તેનો લાંબો ઇતિહાસ છે જેમાં જવાથી વિષયાંતર થશે.

ફરીથી ન્યાય, કાયદો અને રાજ્યસત્તાના ત્રિકોણ તરફ પાછા વળીએ. રાજ્યસત્તાની કાયદા બનાવવાની સત્તાની મર્યાદા ખરી કે પછી તેને અમર્યાદ સત્તા છે? બંધારણમાં ત્રણ સૂચી દ્વારા કેદ્ર, રાજ્ય અને મિશ્ર એમ કાયદાઓ કરવાના વિષયો દર્શાવ્યા છે. પણ Residuary Powers દ્વારા આ સૂચીમાંથી બકાત રહેતી બધી જ બાબતો આવરી લેવાઈ છે. અર્થાત્ કોઈ પણ વિષય પર કાયદો કરવાની અમર્યાદ સત્તા રાજ્યતંત્રે પોતાની પાસે રાખી છે. પ્રજાના જીવનના પ્રત્યેક અંગને પોતાના નિયંત્રણમાં રાખવાના રાજ્યસત્તા કાયદા કરી શકે, પ્રાકૃતિક સંપદાઓને પોતાની માલિકીની માની તેને માટેના કાયદા રાજ્યસત્તા કરી શકે. સામાજિક, ધાર્મિક, રાજકીય અને આર્થિક, દરેક બાબત માટે રાજ્ય કાયદા કરી શકે અને ધારે તેવા નિયમનો લાદી શકે.

આ રીતે બનાવેલ કાયદાને ન્યાયનો ધોરણે મૂલવવાની, ચકાસવાની કોઈ વ્યવસ્થા નથી. ઇન્કમ ટેક્સનો કેટલો દર ન્યાયી ગણાય- 10%, 20%, 50%, 70%, 90%? જે રાજ્યસત્તાને ઠીક લાગે તે! કોઈ વ્યક્તિ ગુનો કરીને ફરાર થાય તો તેના નિર્દોષ પરિવારજનોને- પુત્રને, પિતાને, ભાઈને, પતિને, પત્નિને લોકઅપમાં પૂરાય? હા, પુરાય. રાજ્યસત્તાને ઠીક લાગે તેમ! સામાન્ય પ્રજા સામે અને રાજ્યદ્વારીઓ/ રાજ્યના અધિકારીઓ સામે ફોજદારી કામ ચલાવવાની રીત અલગ રાખી શકાય? હા, રાખી શકાય! કઈ વસ્તુ પર ટેક્સ નંખાય- વ્યક્તિ પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડે તેની પર?! સજ્જન માલિક પોતાના નોકરોને ઉદારતાથી અમુક સગવડો આપે તેની પર?! માંસના ઉત્પાદન માટે નાણાં ફાળવવા શાકાહારી વ્યક્તિ પર ?! પ્રજાની સહમતિ વિના ગમે તેટલા વિરાટ કર્જ- બાહ્ય કે આંતરિક- લેવાના કાયદા કરી શકાય, કરારો કરી શકાય?! ધર્મ ક્ષેત્રને બાનમાં લેવાના કાયદા કરી શકાય?! તીર્થો/ મંદિરો રાજ્યસત્તા મનફાવે ત્યારે, મનફાવે તે રીતે, મનફાવે તે કારણો આપીને હસ્તગત કરી શકે?! `જાહેર હિત'નું લેબલ મારીને કોઈપણ પગલું વ્યાજબી ઠરાવી શકાય?

રાજયસત્તાના અગણિત વિભાગો, સરકારી ખાતાઓ વર્ષે સેંકડો/હજારોની સંખ્યામાં નોટિફિકેશનો બહાર પાડે, નવા કાયદા કરે, અધ્યાદેશો બહાર પાડે, તે બધાની ખબર સામાન્ય પ્રજાજનને પડતી જ નથી. છતાં એ બધાં એને બંધનકર્તા! વળી આ બધા માટે જે તોતીંગ તંત્ર રચાયું છે તેને નિભાવવાનો બોજો પણ સામાન્ય પ્રજાજન પર જ! એ બધો ભાર વેઠીને પણ સામાન્ય પ્રજાજન ન્યાય પામે છે ખરો? તો શું આ બધો દેખાવ માત્ર? કયા હેતુસર?

રાજ્યસત્તા માટે સમસ્ત પ્રજા એ બોડી બામણીનું ખેતર છે. એ ખેતરમાં એ ભૂંરાટા થયેલ આખલાની જેમ બધું ખેદાન-મેદાન કરી શકે છે. તેના નાકમાં રસ્સી નાખી તેને અંકુશમાં રાખનાર ન્યાયનું તત્ત્વ આજે અસ્તિત્વહીન બન્યું છે. આવી સત્તા- રાક્ષસી સત્તાનો ઉદ્ભવ ક્યાંથી થયો? સત્તા એટલે શું? સત્તા કોને અને કોણે આપી- કે લીધી? સત્તા કોણ ભોગવે? સત્તાનું સ્થાન અને અધિકાર કાયદો નIાળ કરે છે? કે પછી સત્તાએ કાયદાની આણ વર્તાવી? આ બધા પ્રüાાે આજે જવાબ માગે છે. ન્યાય, જે યુગોયુગોથી મતભેદોનું- વિવાદોનું ઉકેલ લાવનાર તત્વ હતું, તે આજે મતભેદ અને વિવાદમાં ઘેરાયું છે.

એક ગેરબંધારણીય રીતે ઘડાયેલ બંધારણે તેની અંતર્ગત ઘડાયેલા કાયદાઓને કાયદેસરતા બક્ષી છે! કેવો વિરોધાભાસ! એ કાયદાઓને અનુસરવા પ્રજા બાધ્ય છે! કેવી મજબૂરી! આ સ્થિતિમાંથી તારી શકે તેવું એક જ તત્વ છે અને તે વિશુદ્ધ ન્યાયનું તત્વ. ક્યાં શોધવું તેને

* * * * * * * *