Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

અનાત્મવાદના આક્રમણને પડકારી આત્મવાદના સિદ્ધાંતોની રક્ષા - પુનઃ સ્થાપના અર્થે કાર્યે
કરતી સંસ્થા વિનિયોગ પરિવાર પ્રસ્તુત કરે છે

સંસ્કૃતિરક્ષા અભિયાન

 

ધર્મ પુરુષાર્થ

અર્થ પુરુષાર્થ

કામ પુરુષાર્થ

મોક્ષ પુરુષાર્થ

જ્યારે વિશ્વની માત્ર ગોરી પ્રજાનું હિત થાય, અને રંગીન પ્રજાનો નાશ થાય તેવા પ્રકારનું ઇ.સં.1493માં
ખ્રિસ્તી ધર્મગુરુ દ્વારા બહાર પાડવામાં આવેલ પપલ બુલ (પોપનો ફતવો)ના અમલ દ્વારા સમગ્ર
વિશ્વમાં મહા અશાંતિ, મહા અન્યાય, મહા હિંસા અને મહા શોષણનું વાતાવરણ સર્જાયું છે, ત્યારે..........

સંસ્કૃતિરક્ષા અભિયાન.... શા માટે?

 • કારણ કે મોક્ષલક્ષી આર્ય જીવનવ્યવસ્થાના ધાર્મિક, સામાજિક, રાજકીય અને આર્થિક અંગો અને મુખ્યત્વે આર્થિક અંગમાં સમાતી પશુઆધારિત અહિંસક અને પોષક અર્થવ્યવસ્તાના સ્થાને અનાર્ય જીવનવ્યવસ્થાના માળખામાં સમાતી તોતિંગ યંત્રો આધારિત શોષક અને હિંસક જીવનવ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને એક સુસંકૃત પ્રજાને જંગલી પશુઓના ટોળામાં ફેરવી નાખવાના ચક્રો ગતિમાન થયા છે....
 • કારણ કે જગતની રંગીન પ્રજાઓના વારસાગત ધંધાઓ પડાવી લેવાની યોજનાઓ બહાર પડી રહી છે, દેશનું સમગ્ર અર્થતંત્ર ખળળી ઊઠ્યું છે, દેવાના ડુંગરો ખડકાયા છે, ઘણી ખરી બેંકો અંદરતી ખોખલી બની રહી છે, બહુરાષ્ટ્રીય કંપનીઓના આક્રમણથી પ્રજાના ધંધા ઝડપભેર તૂટી રહ્યાં છે, નોકરીઓમાંથી પણ હજારો-લાખો માણસોને છૂટા કરવામાં આવી રહ્યાં છે....
 • કારણ કે સામાજિક ક્ષેત્રે પણ બિહામણું ચિત્ર બની રહ્યું છે, સંયુક્ત કૌટુંબિક વ્યવસ્થાના સ્થાને વિભક્ત કુટુંબ વ્યવસ્થા અસ્તિત્વમાં આવવાના કારણે સદાચાર પાળવાની અનુકૂળતાઓ નાશ પામી રહી છે. આર્ય લગ્નવ્યવસ્થા છિન્નભિન્ન થઈ રહી છે, વૃદ્ધાશ્રમો - અનાથાશ્રમો - પાગલખાના વધી રહ્યાં છે....
  કારણ કે ભારતીય રસોડા દ્વારા સચવાતી ભક્ષ્યાભક્ષ્યની વ્યવસ્થો નાશ કરી, પ્રજાએ અનિચ્છાએ પણ અભક્ષ્ય પદાર્થોનું સેવન કે ભક્ષણ કરવું જ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે....
 • કારણ કે યુનોની ફાઓ સંસ્થા પ્રજાજનોના મોંમાંથી તાજું દૂધ અને શુદ્ધ ઘી જેવા સાત્ત્વિક પદાર્થો છીનવી લઈ, જગતની રંગીન પ્રજાઓને અપોષણથી થતા રોગોમાં ધકેલવાની યોજના બહાર પાડી રહી છે, હોસ્પિટલો રોગીઓથી ઉભરાઈ રહી છે.... રોગનું સચોટ નિદાન અને ઉપચાર કરનારી આયુર્વેદની વ્યવસ્થા નાશ પામી રહી છે....
 • કારણ કે ફૂડ પ્રોસેસિંગના નામે, ઉદ્યોગ, વેપાર કે રોજગારી આપવાના નામે બહુરાષ્ટ્રીય કંપનીઓ આ દેશની જીવસૃષ્ટિ ઉપર તટી પડી છે અને તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર રોજ એક નવી હિંસક યોજના બહાર પાડી રહી છે....
 • કારણ કે પશુ આધારિત ભારતીય કૃષિ અને પશુપાલન વ્યવસ્થાના સ્થાને રાસાયણિક ખાતરો, ઝેરી જંતુનાશકો, ટ્રેક્ટરો, મશીનો આધારિત ખેતી, અને સંકર પશુપાલન અમલમાં આવી રહ્યાં છે અને તે દ્વારા પારંપરિક ખેડુત અને પશુપાલકોના હાથમાંથી ખેતી અને પશુપાલન બહુરાષ્ટ્રીય કંપનીઓને હવાલે થઈ રહ્યાં છે....
  કારણ કે માત્ર કાયદાના (અને તે પણ પશ્ચિમી વિચારસરણીના) આધારે ચુકાદા આપનાર કોર્ટના માધ્યમ દ્વારા ભારતીય ન્યાયવ્યવસ્થાનું અને સ્વયં ન્યાયનું અસ્તિત્વ ભુંસાઈ રહ્યું છે....
 • કારણ કે શિક્ષણ ક્ષેત્રે ``સા વિદ્યા યા વિમુક્તયે'' વિસરાવી, ભૌતિકવાદની આંધળી દોડમાં દોડતી કરવા, દરેક નવી પેઢીને બાળવયથી જ અવળે રસ્તે દોરવવા મેકૉલેની શિક્ષણ પદ્ધતિ મજબૂત જડ જમાવી ચુકી છે....
 • કારણ કે ધર્મક્ષેત્રમાં નવા બંધારણને લાગુ કરવા દ્વારા રાજ્યસત્તાની ધર્મસત્તા ઉપર માલિકી સ્થાપિત કરવામાં આવી છે. પબ્લિક ટ્રસ્ટ ઍક્ટના માધ્યમ દ્વારા ધાર્મિક સંપત્તિઓ ઉપર રાજ્યનું નિયંત્રણ જમાવવામાં આવ્યું છે, વિકાસના ઓઠા નીચે પવિત્ર તીર્થસ્તળોને પર્યટન સ્થળોમાં ફેરવવાની યોજના ઘડાઈ રહી છે. ધર્મક્ષેત્રના સંચાલનમાં વિધવિધ કાયદાઓ દ્વારા સરકારી તંત્રોની પકડ મજબૂત થઈ રહી છે....
 • ટૂંકમાં, વધુમાં અહિંસાનું પાલન થઈ શકે તથા લ્પ જરૂરિયાત વડે જીવન જીવી શકાય તેવી આ દેશના આર્યસંતોએ ઉત્પન્ન કરેલી સંસ્કૃતિ / જીવનવ્યવસ્થા ઉપર છેલ્લા પાંચસો વરસથી અસાધારણ આક્રમણ શરૂ થયું છે. જો એ આક્રમણને નિષ્ફળ બનાવવાના ઉપાયોનું વ્યવસ્થિત આયોજન કરવામાં નહીં આવે, તો આ દેશની જીવમાત્રની પોષક અને રક્ષક રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક વ્યવસ્થાનો નાશ થઈ જશે અને તેના સ્થાને શોષણ અને હિંસાના પાયા ઉપરની અનાર્ય સંસ્કૃતિની આર્થિક આદિ વ્યવસ્થાઓ જડબેસલાક રીતે ગોઠવાઈ જશે.

સંસ્કૃતિરક્ષા અભિયાન.... શું કરી શકાય?

 • પ્રજાના જીવનમાંથી સાંસ્કૃતિક જીવનધોરણ ઉથલાવવું એ જ વધતી જતી હિંસાનો મૂળ પાયો ચે, જે આગળ જતાં વકરી જઈ માનવોની હિંસા જનમાવ્યા વિના નહીં રહે. પ્રજાને સાંસ્કૃતિક જીવનધોરણમાં ટકાવી રાખવી.... એ જ સંસ્કૃતિરક્ષા અભિયાન
 • યુગોથી ચકાસણીની એરણ પર ખરા ઊતરેલા આર્યસંસ્કૃતિ આધારિત ભારતીય વિકાસના માળખાનું આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રમાં પુનઃ પ્રસ્થાપન
  સચરાચર વિશ્વની જડ-ચેતન સૃષ્ટિ પર માલિકી હI સ્થાપિત કરતું, ગુલામી સ્થાપતું, વિનાશ વેરતું 1493નું વેટિકનનું બુલ-તે બુલની જાણકારી-તે બુલના ષડ્યંત્ર અને તેના દ્વારા સ્થાપિત વિનાશક વ્યવસ્થાઓનો પર્દાફાશ- તે બુલની સામે આંતરરાષ્ટ્રીય સ્તરે લડત
 • ઋષિમુનિઓ દ્વારા બતાવેલાં શિલ્પોનું અને કળાઓનું રક્ષણ જેમાં સમાય છે તેવી કૃષિનું ભારતીયકરણ અને નૈસર્ગિક ખાતર આધારિત કેતીનો તથા પ્રાચીન કળા - કારીગરી - હુન્ન આધારિત ગ્રામ્ય ઉદ્યોગોનો પુનરુદ્ધાર
 • અનિવાર્ય અને અલ્પતમ હિંસા આધારિત જીવનવ્યવસ્થાના સર્વે પાસાના બીજોનું રક્ષણ અને સંવર્ધન
 • હિંસાને પ્રોત્સાહિત કરતા કાયદાઓને કોર્ટમાં પડકાર અને હિંસાને નિયંત્રિત કરતા કાયદાઓનો અમલ કરાવવાના પ્રયત્નો
 • દેશના અણમોલ પશુધનની રક્ષા અને અર્તંત્રના કેદ્રમાં પશુઓની પુર્નસ્થાપના
 • દેશમાંથી માંસની નિકાસ બંધ કરાવવા ઝુંબેશ
 • પશુને બિનઉપયોગી બનાવતી અર્વાચીન કૃષિપદ્ધતિ, પશુપાલન અને જીવનપદ્ધતિને જાકારો
 • પાંજરાપોળોને ખર્ચના ભારણમાંથી બચાવવા માટે સ્વાવલંબી બનાવવાની દિશાના આયોજનો
 • સરકારની જનહિતવિરોધી નીતિઓ સામે પ્રચંડ પડકાર
 • પ્રચાર-પ્રસાર મ્યામો દ્વારા ભારતીય સંસ્કૃતિ પર થતાં પશ્ચિમના આક્રમણ સામે પ્રતિકાર
 • પ્રખર પ્રચાર ઝુંબેશ અને જનસંપર્ક દ્વારા જનજાગૃતિ
 • દુષ્કાળ, ભૂકંપ, અન્ય કુદરતી આફતો અને હોનારતો સમયે રાહત કામગીરી
 • ધર્મક્ષેત્ર ઉપર આવેલાં આક્રમણોથી ધર્મક્ષેત્રનું રક્ષણ
 • ટૂંકમાં ધર્મ - અર્થ - કામ અને મોક્ષના પાયા પર આધારિત મોક્ષલક્ષી જીવનવ્યવસ્થાઓનો પુનરદ્ધાર.

સંસ્કૃતિરક્ષા અભિયાન.... દ્રઢ નિર્ધારથી ઘણું જ શક્ય છે!
(
કરેલાં કાર્યો અને મેળવેલી સિદ્ધીઓ)

 • આર્યસંતોએ ઉત્પન્ન કરેલી જીવનવ્યવસ્થા ઉપર છેલ્લાં પાંચસો વરસથી જે અસાધારણ આક્રમણ આવ્યં છે તેને નિષ્ફળ બનાવવાના તથા તેમાં અવરોધ ઊભો કરવાનાં અનેક આયોજનો છેલ્લાં દસ વરસથી વિનિયોગ પરિવાર કરી રહ્યું છે.
 • આવા કરેલા કાર્યો અને મેળવેલી સિદ્ધીઓની એક ઝલક : ઇ.સ.1493 ના બુલ દ્વારા પાંચસો વરસથી શરૂ થયેલ સમગ્ર વિશ્વની અશ્વેત પ્રજા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ષડ્યંત્રનાં દરેક પાંસાની વિસ્તૃત જાણકારી અને તે ષડ્યંત્રને ખાળવાના ઉપાયો દર્શાવતા પ્રખર વિદ્વાન અને ચિંતક એવા સ્વ. પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખના અંદાજે (લગભગ 1 લાખ હસ્તલિખિત પાનાં સમાયેલ) 3000 લેખો/ નિબંધોનું સારા અક્ષરે પુનઃ લખાણનું કાર્ય, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપિંગ, પ્રકાશન, ભાષાંતર અને પ્રચારનું કાર્ય ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે.
 • સન 1998માં ભારત સરકાર વાસ્કો-ડી-ગામાના ભારત આવ્યાના 500 વર્ષ ઊજવવા (!) માગતી હતી. ગુલામી અને હિંસાનો દોર શરૂ કરનાર આ શર્મનાક ઘટનાની ઉજવણી વિરુદ્ધ જનમત ઊભો કરવા માટે આખા દેશમાં વિનિયોગ પરિવાર અને અન્ય પાંચ સંસ્થાઓએ મળીને સભાઓ, પ્રદર્શનો, પ્રેસ કૉન્રન્સ વગેરેનું આયોજન કર્યું, જેમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાથી આમંત્રિત ત્યાંની મૂળ પ્રજાના પ્રતિનિતિઓએ પણ ભાગ લીધો. અંતે ભારત સરકારે ઉજવણીનો કાર્યક્રમ માંડી વાળ્યો.
 • આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રકાશિત મહત્વપૂર્ણ પુસ્તકોની જથ્થાબંધ ખરીદ અને તેમનું લાગતા - વગતાઓમાં નિઃશુલ્ક વિતરણ. તેમાંનાં અમુક પુસ્તકો છે - ડાયટ ફૉર ન્યૂ અમેરિકા, હાઉ ધી અધર હાફ ડાઈસ, સાઈલન્ટ પ્રિંગ્સ, એન એગ્રિકલ્ચરલ ટેસ્ટામેન્ટ, હારવેસ્ટ ઑફ ડિવાસ્ટેશન, ધી અમેરિકન હૉલોકાસ્ટ, ધી આર્કિયોલોજી ઑફ ડેવલેપમેન્ટ વગેરે.
 • સ્વ. વેણીશંકર મુરારજી વાસુનાં લખાયેલાં પુસ્તકો / નિબંધો / લેખો / પરિપત્રોનું વ્યાપક પાયે હજારો નકલમાં મુદ્રણ, નિઃ શુલ્ક વિતરણ, વિવિધ વિદ્વાનો દ્વારા લખાયેલાં પુસ્તકોનો તેમના ગુજરાતી - અંગ્રેજી - હિન્દી ભાષાંતર સાથે પ્રચાર - પ્રસાર. વિનિયોની ટીમ દ્વારા સર્જિત મૌલિક સાહિત્ય - લેખો, નિંબધો, પૉસ્ટર, પેમ્પલેટ, "વિનિયોગ સમાચાર' સામયિક ઇત્યાદિનો વ્યાપક પ્રચાર.
 • વિનિયોગ પરિવારના કાર્યકરો સતત જનસંપર્ક અભિયાનમાં જોડાયેલા રહે છે અને સામે આવતા પ્રત્યેક અવરનો ઉપયોગ વિનિયોગનાં ઉદ્દેશ્યો, કાર્યો, વિચારો બાબત ચર્ચા માટે થતો હોય છે. ``વન-ટુ-વન'', ``ગ્રુપ-ડિસ્કશન'', ``મિનિસભાઓ'' થી લઈ મોટા પાયાનાં આયોજનો કરવામાં આવે છે.
 • પ્રચાર-પ્રસાર દ્વારા સત્તાસ્થાને બેસેલી કેટલીક સહૃદય વ્યક્તિઓના માનસ પરિવર્તનનો દૂરગામી પ્રયત્ન કરી શકાયો. આયોજન પંચ (પ્લાનિંગ કમિશન) ને જંગી કતલખાનાઓની યોજના પડતી મુકવા રજૂઆત કરાઈ.
 • દેશના ટોચના બુદ્ધિજીવીઓ, સત્તા - સ્થાને બિરાજમાન મહાનુભાવો, આઈ.એ.એસ. અધિકારીઓ, સુપ્રીમ કોર્ટ / હાઈકોર્ટના જજ-વકીલો, શાળાના પ્રિન્સિપાલ - શિક્ષકો, અખબારના તંત્રી - પત્રકારો વગેરે સાથે પત્રવ્યવહાર દ્વારા તેમના માનસ - પરિવર્તનના સપળ પ્રયાસ.
 • મુંબઈમાં પાયધુનીસ્થિત શ્રી શાંતિનાથજી દેરાસરને પુરાતત્વ વિભાગની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. સતત એક વર્ષની રાજકીય અને કાયદાકીય ક્ષેત્રે મહેનત કરી આ દેરાસરને પુરાતત્વ વિભાગની સંરક્ષિત સ્મારકોની યાદીમાંથી બાકાત કરાવવામાં આવ્યું જે અત્યાર સુધીના પુરાતત્વ વિભાગના ઇતિહાસમાં માત્ર એક જ દાખલો છે. સુપ્રીમ કોર્ટમાં વિરુદ્ધ પક્ષો દ્વારા થયેલી અપીલમાં પણ વિનિયોગ પરિવારે જીત મેળવી આપી.
 • ગુજરાતમાં ગિરનાર તીર્થ ખાતે રોપ-વે બાંધવાનો નિર્ણય ગુજરાત સરકાર તરફથી સન 1998માં લેવામાં આવ્યો. રોપ-વે નિર્માણની વિરુદ્ધ સધન આંાેલન આદરવામાં આવ્યું. પ્રભાવી પોસ્ટરો, પત્રિકાઓ બનાવી જનજાગરણ કરવામાં આવ્યું. રાજ્ય અને કેદ્ર સરકાર તથા પ્રધાનો સમક્ષ રજૂઆતો થઈ અને અંતે સરકારે તત્પુરતો આ પ્રકલ્પ અભેરાઈએ ચઢાવી દીધો હતો.- વઢવાણ ખાતે ઓટોરીક્ષાને બદલે બળદગાડા વાપરવાનો નવતર પ્રયોગ વઢવાણ મહાજનના માર્ગદર્શન મુજબ શરૂ કરવામાં આવ્યો. ઓટોરીક્ષા માટે "માર્જિન મની' જેટલી જ રકમમાં એક બળદગાડાના વ્યવસાયીને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી. પર્યાવરણ સુરક્ષા, જીવ રક્ષા અને માનભેર સ્વાવલંબી વ્યવસ્થા ગોઠવાઈ.
 • ટ્રસ્ટો તથા ટ્રસ્ટ-ડીડો બનાવવા માટે શાસ્ત્રાે - આધારિત માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત મુંબઈ પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ સમાતી બાબતો વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવે છે.
 • તા.26 જાન્યુઆરી 2001ના દિવસે ગુજરાતમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં વિનિયોગ પરિવારે વિધવિધ રાહત કાર્યોનું આયોજન કર્યું. તાત્કાલિક રાહતસામગ્રી - રોકડ સહાયથી લઈને અસરગ્રસ્ત કુટુંબોના વસવાટ અર્થે પ્રાચીન પરંપરા અને પદ્ધતિ પ્રમાણેના ભૂકંપપ્રૂફ માટીના લગભગ 700 ઘરો બંધાવી અર્પણ કર્યાં. ભૂકંપ સહાય અર્થે ખર્ચેલ કુલ રકમ રા.1 કરોડ 66 લાખ.
 • 1993 માં લાતુરમાં આવેલા ભયાનક ભૂકંપ વખતે વર્ધમાન સંસ્કૃતિ ધામ તેમજ વિનિયોગ પરિવાર દ્વારા રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને લામાણી તાંડા ગામે લગભગ 40 ભૂકંપપ્રૂફ મકાનો બાંધીને સ્થાનિક લોકોને અર્પણ કરાયાં હતાં.
 • ગુજરાતના વિનાશક ભૂકંપ બાદ પુનવર્સન માટે ""ઓડ'' જાતિના કારીગરો દ્વારા અસલ રીતે ઓછા ખર્ચનાં ગારમાટી અને ચૂનાનાં મકાનો બનાવી તે કળાને જીવંત રખાઈ છે.
 • નષ્ટ થવા આવેલી શુદ્ધ "થરપારકર' ઓલાદની ગાયોનું રક્ષણકાર્ય કચ્છમાં ચાલુ છે. ત્રણ વર્ષ અગાઉ બે ગાયોથી શરૂ કરી આજે 25 ગાયો - વાછરડાં - બળદોનું ધણ તૈયાર થયું છે. કેટલાંક વાછરડાં ધણખૂંટ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વઢવાણ ખાતે પણ ગીર નસલની શુદ્ધ ઓલાદના પશુની રક્ષાની વ્યવસ્થા વિનિયોગ દ્વારા ચાલુ છે.
 • ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી પશુઓના શરીરને અનુકૂળ અને તેઓને પચવામાં વધુ માફક એવા ઘાસચારાના મૂળ જાતનાં બી ભેગા કરી તેમાંથી ઘાસ ઉગાડવાનું (વીડોમાં) ચાલુ છે.
 • પરંપરા અને જયણાનો પૂરેપૂરો ગ્રહ રાખી સંસ્કતિ પોષક પ્રસંગો ઊજવવામાં સહકાર આપવામાં આવે છે. આવા પ્રસંગોએ 64-72 કળાઓના પ્રદર્નનું આયોજન કરી એ કળા અને કસબીઓ ટકી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
 • ગામડો - ગામડો પશુ અને પશુપાલકોની જીવાદોરી લંબાવનારી દુષ્કાળ રાહત વ્યવસ્થા નીરણ કેદ્રો દ્વારા કરી શકાઈ. વિ.સં. 2056માં દ્કાળ રાહત હેઠળ કરેલ કાર્યમાં ખર્ચાયા રા. 1 કરોડ 58 લાખ. ચારો પહોંચાડાયો : લગભગ 10,600 ટન. પશુઓ સચવાયા : લગભગ બે લાખ. વિ.સં. 2057ના દુષ્કાળમાં પશુઓ સાચવી શકાયાઃ લગભગ એક લાખ. વિ.સ.2058ના દુષ્કાળ રાહત માટે પણ રાહત કામગીરી ચાલુ છે.
 • દ્કાળના સમયમાં પાંજરાપોળના દાન સિવાયની અન્ય આવક ઉપર રાજ્યસરકાર દ્વારા લેવાતા ""પબ્લિક ટ્રસ્ટ ઍડ્ મિનિસ્ટ્રેશન ફંડ''ના ટૅક્સની માફી માટે ગુજરાત સરકારમાં અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.
 • ગુજરાત રાજ્યના સ્કૂલના પાઠ્યક્રમમાં ઘરમૂળથી ફેરફાર કરી નવા પાઠ્યપુસ્તકો લખાવવા અને તે દ્વારા પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને નિર્મૂળ કરવાનું કાર્ય શરૂ થયું છે.
 • ગેરકાયદે કતલખાને જતા લગભગ 2 લાખથી વધુ અબોલ જીવોને કસાઈઓની ચંગાલમાંથી છોડાવી શકાયા. પશુઓને બચાવી એને સાચવતી પાંજરાપોળો અને ગૌશાળાઓને નિયમિત આર્થિક સહયોગ અને પાંજરાપોળને પગભર બનાવવા સચોટ માર્ગદર્શન અપાયું અને અનેક પાંજરાપોળો અને ગૌશાળાઓને દ,થકાળના સમયે સધિયારો આપી શકાયો. પાંજરાપોળોની જાતતપાસ કરીને અત્યાર સુધી કુલ લગભગ રા.1.5 કરોડની આર્થિક સહાય અપાયેલ છે.
 • પશુઓ ઉપર થતાં અમાનવીય અત્યાચારો અને તેમના ગેરકાયદેસર વેચાણ રોકવાની દિશામાં મુંબઈ હાઈકોર્ટમાંથી અભૂતપૂર્વ ચુકાદો ઑક્ટોબર 1997 માં મેળવાયો. મુંબઈ અને નવી મુંબઈમાં દર વર્ષે થતી હજારો કૂતરાઓની નિર્મમ કતલ કાનૂની કાર્યવાહી વડે જાન્યુઆરી 1994 થી અટકાવી શકાઈ.
 • અનેક રાજ્યોમાં ગોવંશ વધબંધીના કાયદાઓ કરાવી શકાયા. દા.ત. ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ.
 • પ. બંગાળમાં બકરી - ઇદ પર કુરબાની માટે ગાયની કતલની અપાતી મંજૂરી ગેરબંધારણીય હોવાનો સુપ્રીમ કોર્ટમાંથી નવેમ્બર 1994માં ચુકાદો મેલવી શકાયો.
 • વિશાળ નિકાસલક્ષી યાંત્રિક કતલખાનાઓ જેવા કે અલકબીર, પંજાબ મીટ સામે કાનૂની લડત આરંભાઈ અને કેટલાક નવા કતલખાના સ્થપાતા રોકી શકાયા.

* * * * * * * * * *