Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

સત્યના ચશ્માની આરપાર
આવો, પાછલાં 500 વર્ષનો ઈતિહાસ ફરી વાંચીએ

2002નું વર્ષ વીતી રહ્યું છે. વ્યક્તિ પર, પરિવાર પર, સમાજ પર, રાષ્ટ્ર પર, વિશ્વ પર, કેટલાય ઘાવ છોડતો, સમયની રેતીનો એક કણ વધુ સરકી રહ્યો છે. ભવિષ્ય આશાની લાલી તરફ નહીં, પણ ભયની કાળાશ તરફ તે સંકેત દાખવે છે. દરેક વ્યક્તિના મનમાં અસંમજસની પરિસ્થિતિમાં એક જ પ્રશ્ન ઝઝૂમી રહ્યો છે - આવું કેમ થાય છે? આ પ્રશ્નની આંગળી પકડીને જવાબ માટે ઈતિહાસનાં પૃષ્ઠો એક પછી એક પાછળની તરફ ઉલટાવતાં જઈએ, તો આ સફર ઈસ્વી સન્ 1492 પર જઈને અટકે છે. આજથી લગભગ 500 વર્ષ પહેલાંનો સમય. ત્યારે સુખ અને શાંતિની જીવનસરિતાએ પોતાનો પ્રવાહ બદલ્યો હતો - અથવા તો એ પ્રવાહને બદલવામાં આવ્યો હતો. અને નદીનો પ્રવાહ બદલવાની સાથે જે વિનાશની શરૂઆત થાય છે, એની શરૂઆત ત્યાંથી થઈ.

15મી સદીના અંત સુધીમાં યુરોપની બહારનું આખું વિશ્વ યુરોપના બે રાષ્ટ્રો - સ્પેન અને પોર્ટગલનું ગુલામ હતું. આખા વિશ્વમાં અવરજવરનો એક જ માર્ગ હતો - સમુદ્ર. અને યુરોપના કેટલાય સાહસિક દરિયાખેડુઓ આ માર્ગ દ્વારા નવા નવા દેશ, નવી નવી ભૂમિઓ શોધી રહ્યા હતા. (આજે જે રીતે મંગળ અને ગુરુના ગ્રહ સુધી પહોંચવાની તથાકથિત કોશિશ થઈ રહી છે!) આ નવા શોધાનારાં દેશો પર કોનું શાસન, કોનો અંકુશ, એ મુદ્દે સ્પેન અને પોર્ટુગલ વચ્ચે સતત વિવાદ ચાલ્યા કરતો હતો.

ભારતીય સંસ્કૃતિમાં જ નહીં, વિશ્વની બીજી અનેક સંસ્કૃતિમાંઓમાં પણ એ દિવસોમાં ધર્મ-સત્તાને સર્વોપરી માનવામાં આવતી હતી, અને સામાન્યરૂપે જેનો ઉકેલ નહોતો આવતો એ વિવાદને ધર્મસત્તા પાસે લઈ જવામાં આવતો હતો. સ્પેન અને પોર્ટુગલનો વિવાદ પણ એ દેશોની (ખ્રિસ્તી) ધર્મસત્તા પાસે પહોંચ્યો. તે સમયે વેટિકન ચર્ચના પોપ એલેકઝાંડર (6ઠ્ઠા) ધર્મસત્તાના રૂપે બિરાજમાન હતા. આ વિવાદનો સ્થાયી નિકાલ કાઢવા તેમણે ઈસ્વી સન્ 1493માં એક આદેશ અથવા ફરમાન (જેને અંગ્રેજીમાં BULL કહેવાય છે) એ જારી કર્ય઼ું કે પૃથ્વીના પૂર્વ વિભાગમાં જેટલાં નવા દેશો શોધવામાં આવે, તેનાં પર પોર્ટુગલનું સ્વામિત્વ રહે, અને પૃથ્વીના પýિામ ભાગમાં જેટલા નવા દેશ શોધવામાં આવે, તેના પર સ્પેનનું સ્વામિત્વ રહે.

આ આદેશ ઈસ્વી સન્ 1493માં જારી કરવામાં આવ્યો. તે વર્ષ આખા વિશ્વના ઈતિહાસને નવો વળાંક આપનાર વર્ષ છે. આ આદેશની સાથે જ એક નિર્ણય એ પણ લેવામાં આવ્યો કે આખા વિશ્વમાં એક જ પ્રજા હોય - શ્વેત પ્રજા; અને આખા વિશ્વમાં એક જ ધર્મ હોય - અને તે ખ્રિસ્તી ધર્મ. અને આ લક્ષ્ય સાધવા માટે વિશ્વની અશ્વેત પ્રજાનું નામોનિશાન મિટાવી દેવામાં આવે - અને ખ્રિસ્તી ધર્મ સિવાયના બધા જ ધર્મોનો વિનાશ કરવામાં આવે. આખા વિશ્વ પર પોતાનું સ્વામિત્વ હોવાનું માનીને, અને આ સ્વામિત્વને અમલમાં મૂકવા માટે જે પગલાં ભરવામાં આવ્યાં, તેના પર નવી દૃષ્ટિ નાંખવાથી આ નિર્ણયની સત્યતાનું પ્રમાણ મળી આવશે.

વિશ્વ ઉપરના સ્વામિત્વના સિદ્ધાંતનું સર્વપ્રથમ પ્રતિપાદન થયું વિશ્વના નવા દેશોને સ્પેન અને પોર્ટુગલ વચ્ચે વહેંચી દઈને. નહિતર ખ્રિસ્તી ધર્મની વેટિકન ચર્ચ સંસ્થાના પ્રધાનને એવો કયો અધિકાર હતો કે એ ઈશ્વરે બનાવેલી આ ધરતી અને તેની જીવસૃષ્ટિના આ રીતે ભાગ પાડી શકે?

વિશ્વના બે પ્રદેશ - વિશાળ ધરતીના પ્રદેશ, અમેરિકા અને ભારત આ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય પછી `શોધવા'માં આવ્યા. ઈસ્વી સન્ 1498માં પોર્ટુગલના દરિયાખેડુ વાસ્કો-ડી-ગામાએ ભારતની `શોધ' કરી, અને તેની પહેલાં ઈસ્વી સન્ 1492માં જ ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની `શોધ' કરી. અમેરિકાના મૂળ નિવાસી `રેડ ઈન્ડિયન' જેમની વસતિ તે સમયે લગભગ 11 કરોડની હતી, સ્પેનના લશ્કરે મચાવેલાં ક્ત્લેઆમનો તે શિકાર બની, અને 500 વર્ષમાં તેમની વસતિ ઘટીને હવે ફક્ત 65,000 જેટલી જ રહી ગઈ છે. આજે એમિરકાની સમસ્ત પ્રજા એ `માઈગ્રેટેડ' લોકોની પ્રજા છે, જે યુરોપનાં અલગ અલગ દેશોમાંથી આવી અહીં વસી ગઈ છે. 200 વર્ષ પહેલાં સ્પેનની ગુલામીમાંથી અમેરિકા `આઝાદ' જરૂર થયું, પણ ક્યાં છે તેમના મૂળ નિવાસી - ત્યાંના રેડ ઈન્ડિયન્સ?

ભારતની પ્રજાની પોતાની અનેક યુગો જૂની સંસ્કૃતિ હતી. સુદૃઢ મૂળવાળા સામાજિક, આર્થિક અને રાજકીય તેના માળખાં હતા, જેના પર ધર્મનો અંકુશ પણ હતો અને તેનું સંરક્ષણ પણ હતું. તેથી આ પ્રજા સાથે એવો વ્યવહાર અશક્ય હતો, જે અમેરિકાની મૂળ પ્રજા સાથે કરવામાં આવ્યો. તેથી આ પ્રજાના તથા તેમના ધર્મના વિનાશ માટે અલગ નીતિની અને અલગ યોજનાની જરૂર હતી.

`સામ-દામ-દંડ-ભેદ'ની નીતિ ભારતમાં લાગુ પાડી શકાય કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી. `સામ' એટલે કે સમજાવટનો ઉપયોગ કરવાથી આ દેશની પ્રજા ક્યારેય ન માનત, કારણ કે સર્વોત્કૃષ્ટ સનાતન, વૈદિક અને અન્ય ધર્મોના આશ્રયમાં જ સર્વોત્કૃષ્ટ જીવનના આનંદનો સ્વાદ અહીંની પ્રજાએ યુગો યુગોથી સારી રીતે માણ્યો હતો. `દામ'નો તો અર્થ જ નહોતો, કારણ કે ત્યારે આ દેશ `સોનાની ચકલી' તરીકે ઓળખાતો હતો. વખતોવખત અહીંની સમૃદ્ધિની લાલચમાં લૂંટારાઓ અહીં આવતા હતા, અને મોટેપાયે લૂંટફાટ કરતા હતા. પણ છતાંય અહીંની આર્થિક સમૃદ્ધિ પર કોઈ અસર થતી નહોતી. `દંડ'ની ય અહીં અસર થાય એમ નહોતી. પારાવાર શૌર્યના ધણી એવા ક્ષત્રિયો ઉપરાંત અહીંની પ્રજા માનસિક ગૌરવ અને શારીરિક શક્તિ - સૌષ્ઠવથી એટલી બધી માલામાલ હતી, દેશાભિમાનની ભાવનાથી એટલી બધી ભરાયેલી હતી, કે પ્રજાવત્સલ રાજાઓની છત્રછાયામાં આખો દેશ સુરક્ષિત હતો. 1492 પહેલાં કેટલાય મોગલો, મંગોલ અને બીજા આક્રમણકારીઓ અહીં આવ્યા તો પણ કોઈનું વર્ચસ્વ અહીં સ્થપાયું નહોતું.

હવે માત્ર `ભેદ' બચ્યો હતો. અને આ શસ્ત્ર અજમાવવા માટેનું કાર્ય ભેદનીતિમાં નિપુણ એવા બ્રિટનને સોંપવામાં આવ્યું. આમ ભારતની `શોધ' ભલે પોર્ટુગલે કરી હોય, કે સૌ પ્રથમ તેમણે ગોવામાં પોતાની સત્તા સ્થાપી હોય, પણ ભારતમાં મુખ્ય બાજી રમવા માટે બ્રિટનની પસંદગી કરવામાં આવી.

આટલા વિશાળ, સુસંસ્કૃત દેશનો વિનાશ `રેડ ઈન્ડિયનો'ના વિનાશની જેમ સહેલો નહોતો. આ કાર્યને યોજનાબદ્ધ રીતે આગળ વધારવા માટે એક ખૂબ જ વિશાળ યોજના બનાવવામાં આવી, અને આ યોજનાના દરેક તબIા માટે 100-100 વર્ષનો સમય નIાળ કરવામાં આવ્યો. ઝીણામાં વિગતો નIાળ કરવામાં આવી.

કોઈ પણ આક્રમણનાં પ્રથમ તબIામાં દુશ્મનની છાવણીમાં પોતાનાં જાસુસ મોકલવામાં આવે છે. દુશ્મનના આખા પ્રદેશની માહિતી મેળવી લેવામાં આવે છે, તેમની શક્તિઓ અને દુર્બળતા જાણી લેવામાં આવે છે, અને હુમલા માટેનો યોગ્ય સમય નIાળ કરવામાં આવે છે. તે મુજબ આખી 16મી સદીમાં બ્રિટનનાં અનેક `જાસુસ' યાત્રાળુના રૂપે ભારતમાં આવ્યાં. વર્ષો સુધી, દાયકાઓ સુધી ભારતમાં રહ્યા - ફર્યાં. ભારતના ખૂણે ખૂણામાં તેઓ ગયા અને ભારતના અસ્તિત્વના તમામ પાસાંઓની દરેક પ્રકારની જાણકારી મેળવી, અને તેના વ્યવસ્થિત દસ્તાવેજ તૈયાર કર્યાં. અહીંની સામાજિક સ્તરની વર્ણવ્યવસ્થા, વ્યક્તિગત સ્તરે ચાર આશ્રમની વ્યવસ્થા, પરિવાર અને સમાજ વ્યવસ્થા, રાજકીય અને અર્થ વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, ભૌગોલિક સ્થિતિ, ઋતુઓ, ખેતીની પ્રણાલી, વ્યવસાય અને ઉદ્યોગ, પ્રાકૃતિક સંપત્તિઓ, રીતિરિવાજ, માનવ અને અન્ય જીવસૃષ્ટિનો સંબંધ, પશુસૃષ્ટિ વગેરે... વગેરે... બધું જ તેમની તિક્ષ્ણ નજરની નીચે આવ્યું અને દરેક પ્રવાસીની ડાયરીમાં નોંધ થતું રહ્યું. આ બધા જ મુદ્દાઓ પર પ્રશંસા સિવાય કાંઈ જ નહોતું, અને આજે આપણને જે ઈતિહાસ ભણાવવામાં આવે છે, તેમાં આ ડાયરીઓમાં કરવામાં આવેલી પ્રશંસા વાંચીને આપણે ખુશ થઈએ છીએ. વાસ્તવમાં 'Espionage' (જાસૂસી)નો આટલો મોટો દૌર ઈતિહાસમાં બીજે ક્યાંય નથી.

આક્રમણના પ્રથમ ચરણ - જાસુસી પછી બીજું ચરણ છે શત્રુના વિસ્તારમાં ઘુસીને હુમલો. પણ ભેદ-નીતિમાં ચતુર અંગ્રેજો એ જાણતા હતા કે આક્રમણકારીના રૂપે જો આ દેશમાં ઘુસવામાં આવશે, તો તેમને જ સહન કરવું પડશે. બીજા (મોગલો) આક્રમણકારીઓ અને સિકંદર જેવાં પણ અહીં ખરાબ રીતે હારી ચૂકયા હતા. એટલે તેમણે વેપારી હોવાનો વેશ સજયો. બ્રિટનની પાર્લામેન્ટે `ઈસ્ટ ઈન્ડિયા કંપની'ને `ચાર્ટર' આપ્યું - મંજૂરી આપી, કે જાઓ ભારતમાં વેપાર કરો.

એક મિનિટ! બ્રિટનની પાર્લામેન્ટને આ અધિકાર ક્યાંથી મળ્યો કે એક એવા દેશમા, જે તેના અધિકાર ક્ષેત્રમાં કોઈ પણ રીતે નથી, ત્યાં વેપાર કરવાનું લાયસન્સ આપી શકે? જો તમારે કોઈ શહેરમાં દુકાન ખોલવી હોય તો તે વિસ્તારના વોર્ડના અધિકારી જ તમને લાયસન્સ આપી શકે, એ જ શહેરના બીજા વોર્ડનો અધિકારી તમને લાયસન્સ આપે તો એ ચાલી ન શકે. તો પછી આ તો સાત સમુદ્રપારના દેશની વાત છે.

પણ, આ ઘટના એ સ્વામિત્વના અધિકારની પ્ષ્ટિ હતી, જે અધિકાર પોપ મહાશયે સ્વયંભૂ રીતે પોતાનામાં સ્થાપિત કરી લીધો હતો. જેમ આપણી સંસ્કૃતિનો મંત્ર છે `સબ ભૂમિ ગોપાલ કી', એમ પýિામી સંસ્કૃતિનો મંત્ર છે `સબ ભૂમિ... (?)'' સ્વયંભૂ અધિકારનું બીજું એક ઉદાહરણ - 2 ડિસેમ્બર 1964માં તે સમયનાં પોપ, (પોપ જહોન પૉલ બીજા) જ્યારે પહેલી વાર ભારત આવ્યા, ત્યારે કોઈ પણ જાતના પાસપોર્ટ કે વીસા વિના તેઓ આવ્યા હતા. પોતાની જ માલિકી હેઠળના દેશમાં જવા માટે પાસપોર્ટની ભલા શું જરૂર હોય? ખેર...

`ચાર્ટર' લઈને આવેલી `ઈસ્ટ ઈન્ડિયા કંપની' 17મી સદીની શરૂઆતમાં ભારતમાં આવી, બંગાળનાં નવાબના દરબારમાં ચાર્ટર રજૂ કર્ય઼ું, બ્રિટનને મુઠ્ઠીભર ગરીબ લોકોનો દેશ જણાવવામાં આવ્યો, ભારતની સમૃદ્ધિ અને નવાબ સાહેબના ગુણગાન ગાવામાં આવ્યાં, કાચના બનેલા સામાનની ભેટ આપી અને વેપાર માટે `કોઠી' બનાવવાની પરવાનગી માંગી. ઉદાર અને ભોળા નવાબ, કપટી ગોરાઓની નીતિથી અજાણ, અંગ્રેજોના પ્રભાવમાં આવી ગયા, અને ત્યાર પછીનો ઈતિહાસ તો બધાં જ જાણે છે.

થોડાં જ વર્ષોમાં એ `કોઠી'ની આજુબાજુ કિલ્લાઓ બની ગયા, અને આત્મરક્ષાને બહાને સૈન્યની નાની-નાની ટુકડીઓ પણ આવી ગઈ. બંગાળ (કલકત્તા) ઉપરાંત મુંબઈમાં અને મદ્રાસમાં પણ એવી કોઠીઓ ઊભી કરવામાં આવી.

બીજા ચરણમાં દુશ્મનની છાવણીમાં ઘુસી જવાનું કામ પૂરું થયું. હવે વારો હતો દુશ્મનના દારૂગોળાના વિનાશનો. ભારતની શક્તિ હતી તેની દરેક ક્ષેત્રમાં સુદૃઢ વ્યવસ્થાઓની - એ જ એનો દારૂગોળો હતો. સૌ પ્રથમ લક્ષ્ય બન્યું વર્ણ વ્યવસ્થાનો વિનાશ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - આ ચારેયને તેમનાં કામ - શ્રમ વિભાજન - મુજબ વિભાજીત કરવામાં આવ્યા હતા, પણ સાથે જ તેમની વચ્ચે એક પ્રકારનો પારસ્પરિક સુમેળભર્યો સંબંધ પણ હતો. અંગ્રેજોએ આવીને સમાજના આ ચાર સ્થંભોને એક પછી એક તોડવાની શરૂઆત કરી.

નવી શિક્ષા પદ્ધતિ દાખલ કરીને ગુરુકુલ વ્યવસ્થા તોડીફોડીને બ્રાહ્મણોને ગરીબ બનાવવામાં આવ્યા. ધાર્મિકતાને અંધવિશ્વાસનું પ્રતીક ગણાવીને પ્રજાને ધીરે ધીરે ધર્મ બાબત ઉદાસીન બનાવીને બ્રાહ્મણોની સ્થિતિ વધુ ખરાબ કરવામાં આવી, અને અંતે તેમને સરકારી નોકરીઓ પર આશ્રિત બનાવી દેવામાં આવ્યા.

નાના-નાના રાજ્યો, રાજાઓને આપસમાં લડાવીને, હારેલા રાજાનું રાજ્ય ખાલસા કરાવીને તેમનાં સૈન્યનું વિસર્જન કરાવ્યું. જીત મેળવનાર રાજા સાથે કપટ સંધિ કરીને, પોતાના મિત્ર બનાવીને, પોતાના તોપ ને બંદૂકોથી સજ્જ લશ્કરની સહાયતાનું આશ્વાસન આપીને, તેમના લશ્કરના યોદ્ધાઓની સંખ્યા પણ ઓછી કરાવી, અને આ રીતે ક્ષત્રિયોને પણ બેરોજગાર બનાવી દેવામાં આવ્યા, અને અંતે તેમને પણ સરકારી નોકરીઓના આશ્રિત બનાવી દેવામાં આવ્યા.

વૈશ્ય વર્ગને સ્થાનિક ધંધાને મદદ ન કરવાની શરત પર બ્રિટનમાં બનેલા માલની એજન્સી ઉંચા કમિશન પર આપીને, `વેપાર એટલે વ્યક્તિગત લાભ, સામાજિક ઉત્તરદાયિત્વ નહીં' એમ સમજાવી, આ દેશના વિશાળ કારીગર અને ગૃહઉદ્યોગમાં લાગેલા લોકોથી વેપારીઓને દૂર કર્યાં. આમ આ વિશાળ વર્ગ પણ બેરોજગાર થયો.

શુદ્રોને બાકીના ત્રણ વર્ગોની સામે ભડકાવવામાં આવ્યા, અને ધન, શિક્ષણ તેમ જ વૈદ્યકીય સારવાર સહાયતાની લાલચ આપીને તેમનું ધર્માંતરણ કરવામાં આવ્યું, અને વર્ણવ્યવસ્થા હેઠળ સમાજના અન્ય વર્ગથી તેમને વિખૂટા પાડી દેવાયા.

આર્થિક ક્ષેત્રમાં કૃષિ અને વેપાર-વ્યવસાય એ બંને ક્ષેત્રનાં કેદ્રમાં ભારતનું પશુધન હતું. આ પશુધનની કરોડોની સંખ્યામાં કતલ કરવામાં આવી, અને તેના સ્થાને મશીન પર આધારીત ઉદ્યોગો લાવવામાં આવ્યા. ભારતની પ્રાકૃતિક સંપત્તિ અને કૃષિ ક્ષેત્રના ઉત્પાદનો સાવ નજીવી કિંમતે બ્રિટન મોકલવામાં આવ્યા, અને એ કાચા માલથી બનેલી ચીજો 20 ગણી કિંમતથી પાછી ભારત મંગાવવામાં આવી. અર્થવ્યવસ્થાનાં આધારસ્વરૂપ ખાદીને નષ્ટ કરવામાં આવી અને વિધ્વંસની આ પરંપરાએ પોતાનાં ખપ્પરમાં અનેક બલિ લીધાં.

આ બધી પરંપરાના વિનાશનો આ કાર્યક્રમ ચાલ્યો ઈસ્વી સન્ 1857 સુધી, અને આ યોજનાના એક ચરણના અંતનો સમય પણ આવી ગયો. 1857ની લડાઈમાં કારતૂસ પર ગાય અને સુવરની ચરબી લગાવી હોવાની અફવા જાણી જોઈને ફેલાવવામાં આવી, જેથી બળવો થાય. યોજના મુજબ જ બળવો થયો, અને તેને ડામી દેવા માટે ક્ષત્રિયોમાં જે સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ બચ્યા હતા, અને અંગ્રેજ લશ્કરોમાં જોડાયા હતા, એનો પણ સર્વનાશ થયો.

હવે ત્રીજા ચરણની શરૂઆત થઈ - `કંપની સરકાર'ની વિદાયની અને `રાણી સરકાર'ના આગમનની. કંપની સરકારના જુલ્મ અને અત્યાચારને આગળ કરીને તેના `ચાર્ટર' રદ કરવામાં આવ્યા, અને તેના સ્થાને મહારાણી વિક્ટોરિયાએ ઈસ્વીસન્ 1858માં `ક્વીન્સ પ્રોકલેમેશન' (રાણીનો ઢંઢેરો) દ્વારા પોતાના રાજ્યની ઘોષણા કરી દીધી. કેવી રીતે? એ જ સ્વયંભૂ સ્વામિત્વ!

`કંપની સરકાર'ના જુલ્મ પર મલમ લગાવવા તથા તેમની સરખામણીમાં `રાણી સરકાર'નું રાજ્ય વધુ સારું છે, એમ કહેવડાવવા માટે ઈસ્વી સ્ન 1858 પછી કેટલાંય રચનાત્મક કહી શકાય એવાં પગલાં ભરવામાં આવ્યા. ઈસ્વી સન્ 1858ની આસપાસ જ મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં પ્રેસીડન્સી કૉલેજ અથવા યુનિવર્સિટીની સ્થાપના થઈ. યોજનાના આગળના પગલાં માટે જે સ્થાનિક નેતા તૈયાર કરવાના હતા, તેમની શિક્ષા અને પýિામ તરફી `દીક્ષા' માટે જ આ કૉલેજો ઊભી કરવામાં આવી હતી. મોતીલાલ નહેરુ, અબ્દુલ કલામ આઝાદ, ગોખલે, તિલક, ચિત્તરંજન બસુ (દીનબંધુ) જેવાં નેતાઓ આ જ કૉલેજોમાં ભણ્યા હતા.
કાયમ માટે બહારથી આવનારા આક્રમણકારી શાસકનાં સ્વરૂપમાં અંગ્રેજો અને તેનાં સૂત્રધારો આ દેશમાં રહેવા માંગતા નહોતા. એ રીતે કરવાથી વિશ્વમાં તેઓ નિંદા અને ઘૃણાના પાત્ર થાત. એટલે Exit policy બનાવવી પણ જરૂરી હતી, જેથી બાહ્ય સ્વરૂપથી તેમની Exit થઈ જાય, પરંતુ શાશ્વત રાજ તો તેમનું જ ચાલતું રહે.

ચાલ્યા જવા માટે એવું વાતાવરણ ઊભું કરવું જરૂરી હતું, જેમાં સ્થાનિક પ્રજા સ્વતંત્રતા માટે આંદોલન કરે અને આ આંદોલન માટે એક નેતાગીરીની જરૂરી હતી. ભારતની પારંપારિક નેતાગીરી - મહાજન સંસ્થા તેમની યોજનાને અનુકૂળ આવે એમ નહોતી. એટલે કોઈ નવી વ્યવસ્થા ઊભી કરવા માટે ઈસ્વી સન્ 1885માં કાઁગ્રેસ પક્ષની સ્થાપના કરવામાં આવી. સ્થાપના કરી એક અંગ્રેજે, અને તેની દોર આપી દેવામાં આવી અંગ્રેજોની યુનિવર્સિટીઓ અને વિદેશમાં ઉચ્ચ (કાયદાની જ સ્તો) શિક્ષા પ્રાપ્ત કરનારાં લોકોના હાથમાં. સંસ્થા તો બની ગઈ, પણ આખા દેશને સંમોહિત કરીને એક કરી શકે એવી પ્રતિભાવાળા કોઈ નેતા ન મળ્યા.

ત્યારે અંગ્રેજોની નજર દક્ષિણ આફ્રિકામાં કાર્યરત એવાં ગાંધીજી પર પડી. દક્ષિણ આફ્રિકા પણ બ્રિટનને જ આધીન હતું અને ગાંધીજી બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં જ ત્યાં લડી રહ્યાં હતા. ગાંધીજીમાં એ પ્રતિભાના દર્શન થતાં જ, ગાંધીજીની આસપાસ જમા થયેલા તેમના બ્રિટિશ મિત્રોએ (?) તેમને ભારત જઈને આઝાદીની લડત શરૂ કરવા માટે સમજાવ્યા અને આ રીતે ઈસ્વી સન્ 1908માં ગાંધીજી ભારત આવ્યા. સંસ્થાના રૂપે કાઁગ્રેસ, અને સહયોગીઓના રૂપે બ્રિટિશ શિક્ષણ સંસ્થાઓમાં ભણેલાં અન્ય નેતાઓ, અને સર્વોચ્ચ નેતાનાં રૂપમાં ગાંધીજી! યોજનાનો એવો દોષરહિત ઢાંચો તૈયાર થઈ ગયો કે હવે આવ્યો આગલા પગલાંનો વારો.

રાજાશાહી હોય ત્યાં સુધી ગોરાઓની ભવિષ્યની યોજના સફળ થઈ શકે એમ નહોતી. એટલે તેમનો સમૂળગો અંત જરૂરી હતો. તેને માટે પર્યાયી શાસન વ્યવસ્થા જરૂરી હતી - એવી વ્યવસ્થા જે ભવિષ્યમાં તેમના ઈશારે નાચે, અને એવી વ્યવસ્થા એક જ થઈ શકે એમ હતી - ચૂંટણી પદ્ધતિ પર આધારીત લોકતંત્ર. હવે આ વ્યવસ્થાના મૂળ નાંખવાનો સમય આવ્યો, અને ઈસ્વી સન 1911માં પહેલી વાર પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ બનાવવામાં આવ્યો. પહેલી વાર પ્રાયોગિક ધોરણે ચૂંટણી કરવામાં આવી અને પછી તેને ત્યાં જ સુષુપ્ત કરી દેવામાં આવી.

કાઁગ્રેસના નેતાઓના માધ્યમથી સ્વતંત્રતાની માગણીને લઈને આંદોલનોની હારમાળાની શરૂઆત કરવામાં આવી. સ્વતંત્રતાની માગણીનો અસ્વીકાર કરીને આ માગણીની તીવ્રતા વધારવામાં આવી. નેતાઓ પર જુલ્મ કરીને પ્રજામાં તેમની છબિ ઉપસાવવામાં આવી, જેથી મહાજન સંસ્થાના સ્થાન પર નેતાગીરીનાં આ નવા સ્વરૂપને માન્યતા મળતી જાય. નેતાઓમાં ફાટફૂટ પાડીને, અલગ-અલગ વિચારધારાઓની પુષ્ટિ કરીને, ભવિષ્યમાં અનેક રાજકીય પક્ષ બને, તેનાં મૂળ નાંખવામાં આવ્યા. ભવિષ્યમાં સ્થાનીય લોકો દ્વારા ચલાવવામાં આવે એવી શાસન વ્યવસ્થાના મૂળ નાંખવા માટે ઈસ્વી સન્ 1935માં ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયા એક્ટ બનાવવામાં આવ્યો. આ કાયદાને આગળ જતાં ભારતના નવા બંધારણનો આધાર બનાવવામાં આવ્યો.

ઈસ્વી સન્ 1935ના ગવર્મેન્ટ ઑફ ઈન્ડિયાના એક્ટ હેઠળ 1937માં ચાર પ્રદેશોમાં પ્રાયોગિક ધોરણે ફરી ચૂંટણી થઈ, અને દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થવાથી આ પ્રદેશોની ધારાસભાઓને ઓચિંતી ભંગ કરવામાં આવી. ઈસ્વી સન્ 1939માં બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનનો સાથ આપવાની શરતે સ્વતંત્રતાનું વચન આપવામાં આવ્યું, અને 1942માં યુદ્ધ પૂરું થતાં એ વચનમાંથી ફરી જવાનું નાટક કરવામાં આવ્યું. આ રીતે સ્વતંત્રતાની માગણીને વધુ તીવ્ર બનાવવામાં આવી, અને `ભારત છોડો' આંદોલન કરાવવામાં આવ્યું.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી સ્થાપિત `લીગ ઑફ નેશન્સ'નો ભંગ કરીને બીજા વિશ્વયુદ્ધપછી સન્ 1945માં `યુનાઈટેડ નેશન્સ'ની સ્થાપના થઈ (જેણે હાલમાં જ પોતાની સ્થાપનાના 50 સફળ વર્ષની ઉજવણી કરી). ભારત તે વખતે સ્વતંત્ર રાષ્ટ્ર ન હોવા છતાં તેને યુનાઈટેડ નેશન્સનું સભ્ય બનાવવામાં આવ્યું. અને આ રીતે એક પિંજરામાંથી મુક્તિ મળે એ અગાઉ જ બીજા પિંજરામાં તેનો પ્રવેશ કરાવી દેવામાં આવ્યો. ભારતીય સંસ્કૃતિમાં પરમાત્માનું સ્વરૂપ નિર્ગુણ, નિરાકાર છે. યુનોનું પિંજરું પણ એવું જ નિર્ગુણ અને નિરાકાર છે, અને જે રીતે આત્મા શાશ્વત છે, એ રીતે આ પિંજરાની ગુલામી પણ શાશ્વત છે!

ઈસ્વી સન્ 1942 અને 1947ની વચમાં ગૌહત્યા અને બીજા મુદ્દે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે એટલાં ભયંકર તોફાનો કરાવવામાં આવ્યા અને એટલી બઘી ધૃણા ફેલાવવામાં આવી, કે એક હજાર વર્ષથી ભાઈઓની જેમ એક જ સમાજમાં સાથેને સાથે રહેનારાં હિન્દુ અને મુસલમાન, સ્વતંત્રતા મળ્યાં પછી એક દેશમાં સાથે રહેવા તૈયાર નહોતા. બહારથી બે દેશોના નિર્માણનો વિરોધ કરતા રહીને એ માગણીને વધારે મજબૂત બનાવી, અને નેતાઓમાં ફાટફૂટ પડાવવા માટે કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ બંને સાથે જુદી જુદી મંત્રણાઓ કરી.

રાજકીય ક્ષેત્રમાં હિન્દુ અને મુસલમાન વચ્ચે ઈસ્વી સન્ 1909માં જ ફૂટ નાંખવામાં આવી હતી, જ્યારે ચૂંટણીની પ્રક્રિયા માટે મુસ્લિમોનો એક અલગ જ મતવિસ્તાર ઊભો કરવામાં આવ્યો હતો. `મોર્લી મિન્ટો સુધાર' હેઠળ આ પગલું ભરવામાં આવ્યું હતું. યોજનાબદ્ધ કાર્યપ્રણાલીનો આથી વધુ શું પુરાવો જોઈએ?

પુરાવાની વાત પરથી એક પુરાવાની બીજી વાત યાદ આવી. જો કે, ઈતિહાસનાં કાળક્રમમાં આ વાત બહુ પાછળના સમયની છે. ઈસ્વી સન્ 1661માં પોર્ટુગલનાં રાજાએ પોતાની પુત્રીના લગ્ન બ્રિટનના રાજકુમાર સાથે કર્યાં, ત્યારે મુંબઈનો બેટ તેને દહેજમાં આપ્યો હતો. મુંબઈના આ બેટનું સ્વામિત્વ પોર્ટુગલના રાજા પાસે કેવી રીતે આવ્યું? એ જ સ્વયંભુ સ્વામિત્વ!! એ બેટ બ્રિટનના રાજાએ પછીથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને લીઝ પર આપ્યો હતો. ખેર, બાજુ પર મૂકીએ એ વાત. ચાલો ફરી એક વાર ઈતિહાસના કાળક્રમ સાથે જોડાઈએ.

આઝાદીની અગાઉ ઈસ્વી સન્ 1946માં ભારતનું નવું બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી. બંધારણ બનાવવા માટે બ્રિટિશ કેબિનેટ મિશનની પાસેથી માર્ગદર્શન મેળવવામાં આવ્યું અને જેને `સ્ટીલ ફ્રેમ' કહેવામાં આવે છે તેવું બંધારણ તૈયાર કરવામાં આવ્યું. કોણે આ બંધારણની માગણી કરી હતી? કેવા પ્રતિનિધિ હતા, જેમણે આ સંવિધાન - બંધારણની રચના કરી? ઈન્ડીપેન્ડન્સ ઑફ ઈન્ડિયા એક્ટ, 1947ની કાયદાકીય પાત્રતા શું છે, અને એવા બીજા અનેક મુદ્દાઓ તો વિસ્તૃત નિબંધનો વિષય બની શકે એમ છે.

અંતે 15 ઑગસ્ટ, 1947ના દિવસે દેશને બે ટુકડામાં વહેંચીને `આઝાદી દેવા'ના નાટકની સાથે આ ષડયંત્રથી ભરપૂર યોજનાનું ત્રીજું ચરણ પૂરું થયું.

હવે આગળ વધીએ. ચોથા અને વર્તમાન તબIાની તરફ, જેનું કાર્યકાળ છે ઈસ્વી સન્ 1947થી 2047, અથવા તો ચાલુ શતાબ્દિના લગભગ મધ્યાહ્ન સુધી.

જો સ્વતંત્રતા આંદોલનના ફળ સ્વરૂપે ઈમાનદારીથી અહીંથી રાજ્ય છોડીને ચાલ્યા જવું હોત તો... `લો, સંભાળો તમારું ઘર, અમે તો આ ચાલ્યા!' કહીને અંગ્રેજો અહીંથી ચાલ્યા જાત. પણ નહીં. `રીમોટ કન્ટ્રોલ'થી તેમનું રાજ્ય સતત ચાલ્યા કરે એવી વ્યવસ્થા, એવા કાયદાઓ, એવું બંધારણ, એવી ચૂંટણી વ્યવસ્થા પર આધારિત લોકતંત્રની વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, શિક્ષા પ્રણાલી, અર્થવ્યવસ્થા, બ્યૂરોક્રસી વગેરે છોડી ગયા. સ્વતંત્ર ભારતનાં ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટન થોડો સમય અહીં રહ્યા, જેથી કહેવાતા `ટ્રાન્સીશન' દરમિયાન અહીં કોઈ ગરબડ ઊભી ન થાય.

બંધારણ મુજબ પહેલી સામાન્ય ચૂંટણી તો 1952માં થઈ, પણ 1947 અને 1952ની વચમાં અનેક કાયદા પસાર કરી લેવામાં આવ્યા. એ સમયગાળામાં કાયદા અને બંધારણના ક્ષેત્રમાં જે ધાંધલ-ધમાલ મચી છે, તેના તળિયા સુધી પહોંચવા માટે કોઈ દેશભક્ત કાયદાના જાણકાર દ્વારા ખૂબ શોધખોળ કરવાની જરૂર છે. એ ઉપરાંત બ્રિટિશ શાસન દરમિયાન બનેલા અનેક કાયદાને સ્વતંત્ર ભારતે જેમના તેમ જ સ્વીકારી લીધા. શું હતું એ? નવા સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, કે `ઓલ્ડ વાઈન ઈન ન્યુ બૉટલ'ની જેમ બ્રિટિશ રાજ્યનું જ સાતત્ય?

સ્વરાજ્ય આપતી વખતે ભારતવાસી અને બ્રિટિશ સત્તાવાળાઓ બંને ખુશ હતા. ભોળા ભારતીયો એ સમજીને કે તેમને `સ્વ' એટલે સ્વયંનું રાજ્ય મળ્યું, અને બ્રિટિશ સત્તાવાળાઓ એ સમજીને કે તેમણે `સ્વ' એટલે કે `સ્વયં'નું રાજ્ય ભારતને સોંપ્યું. પાછલાં 55 વર્ષોમાં આ બીજી જ વ્યાખ્યા સત્ય ફળીભૂત થતી નજરે પડે છે.

સ્વતંત્રતા મળતાંની સાથે જ `ઑકટોપસ'ના અનેક પગની જેમ યુનોના અનેક હાથોએ ભારતને દરેક ક્ષેત્રમાં પોતાની ચુંગાલમાં લેવા માંડયું. નવી નેતાગીરીને પýિામી દેશોની તકડભડક બતાવીને, ભારતને પણ એક નવું અમેરિકા બનાવવાનો ઉદ્દેશ્ય દાખવીને, ýિામી વિકાસનો ઢાંચો અપનાવવાનું જણાવવામાં આવ્યું. અને પýિામી શિક્ષા પ્રણાલી (જે ભારતમાં 100 વર્ષના અભ્યાસથી પુખ્ત અને પીઢ થઈ ચુકી હતી) હેઠળ શિક્ષિત અફસરશાહીએ એ ઢાંચાને અપનાવવાની, અને તે મુજબ પંચવર્ષીય યોજનાઓ બનાવવાની શરૂઆત કરી. તેની ઉપલબ્ધી એ છે કે કેદ્ર સરકાર પર આજે રા. 15 લાખ કરોડનું દેવું છે. લૂંટની કિંમત પર ભારતમાંથી કાચો માલ લઈ જનાર બ્રિટન 1947માં ભારતનું કર્જદાર હતું. આજે મેક્સિકો અને બ્રાઝીલ પછી ભારત દુનિયાનો સૌથી દેવાદાર દેશ છે.

ઈસ્વી સન્ 1492નાં ષડયંત્ર તરફ પાછા જઈએ. બીજા દેશોમાંથી આવેલા નાગરિકોને પોતાના દેશમાં નાગરિકત્વ આપવા માટે અમેરિકાએ `ગ્રીન કાર્ડ'ની પદ્ધતિ દાખલ કરીને એ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે એક દેશનો નાગરિક બીજા દેશનો ય નાગરિક બની શકે છે. ભારત દેશને ગરીબ બનાવીને, વિદેશી સહાય પર નિર્ભર બનાવીને, હવે નાણાકીય સહાય તથા મૂડીરોકાણ સાથે `બેવડા નાગરિકત્વ'ની શરત ધીમે ધીમે જોડવામાં આવી રહી છે. કેટલાક કરોડ રૂપિયાની મૂડી ભારતમાં લગાવનારને તેની બદલીમાં ભારતનું નાગરિકત્વ આપવામાં આવશે - આપણા (કે તેમના?!) વડા પ્રધાન એવું વચન પýિામના દેશોને આપીને આવ્યા છે. હવે આ વિદેશી પૂંજીપતિઓ આ દેશના નાગરિક બની જશે અને આપણા બંધારણ મુજબ દરેક નાગરિકને લોકશાહી તંત્રની પ્રક્રિયામાં (ચૂંટણીમાં) ભાગ લેવાનો અધિકાર છે, એટલે આ વિદેશી (જે હવે ભારતીય નાગરિક પણ હશે) હIથી આપણી મહાનગરપાલિકાઓ, વિધાનસભાઓ અને સંસદના સભ્ય બની શકશે. ચૂંટણી પદ્ધતિ જે રીતે ચાલે છે, તેમાં `મની પાવર' અને `મસલ પાવર' મુખ્ય છે, અને આપણને જ લૂંટી લૂંટીને ભેગા કરેલા `મની પાવર'ની તો આ વિદેશીઓને જરાય ખોટ નથી.

ઈસ્વી સન્ 1996ની સામાન્ય ચૂંટણી દેશની એવી આખરી સામાન્ય ચૂંટણી હતી જેમાં ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ ભારતીય હતા. ત્યાર પછી સન્ 1999ની ચૂંટણીમાં વિદેશી મૂળના એક ભારતીય નાગરિક લેકસભામાં નજરે ચડયા. (કાયદેસર ભારતીય નાગરિકનાં રૂપે) અને હવે પછીની ચૂંટણીઓમાં ઉત્તરોત્તર વિદેશી ચહેરાઓ દેખાશે. બીજી વાત એ પણ છે કે સન્ 2001માં ખ્રિસ્તીઓનો નવો સહસ્ત્ર યુગ (મિલેનિયમ) શરૂ થયેલ છે, અને ભારતમાં પýિામીઓના રાજ્યની શરૂઆત માટે આથી વધુ શુભ સમય કયો હોઈ શકે?

નવા સહસ્ત્ર યુગની વાત પરથી એક વધુ વાત યાદ આવી છે. આ યુગના સ્વાગતની તૈયારી છેક 1995માં શરૂ કરી દેવામાં આવી હતી, અને પોપ મહાશય આખા વિશ્વનું પરિભ્રમણ કરતા કરતા ખ્રિસ્તીઓને સતત જણાવતા હતાં કે આ અવસર પર ચર્ચ સંસ્થાઓએ પોતાનાં પાપોની ક્ષમા જગત પાસે માગવી જોઈએ. કયા પાપોની ક્ષમા? કરોડો માનવોના નરસંહારના પાપની ક્ષમા? ક્ષમા માગીને દિલ જીતવાની ચાલ સારી છે. જેથી પાછળનો હિસાબ સાફ કરીને મૂળ યોજનાને કોઈ પણ વિરોધ કે આત્મવંચનાના બોઝ વિના આગળ વધારી શકાય!

ભારતીય સંસ્કૃતિમાં જમીન, ગાય અને ગાયનું દૂધ એ ત્રણેય ચીજો ક્રય - વિક્રયની વસ્તુ નહોતી. તેમનું આદાનપ્રદાન થતું હતું તો દાનના રૂપે જ - દામ લગાવીને નહીં. અંગ્રેજોએ પોતાનું રાજ્ય સ્થાપિત કર્યા બાદ પૈસે બે પૈસે વારના હિસાબે જમીનો વેચવી શરૂ કરી. કિંમતનું મહત્ત્વ નહોતું પણ જમીન ખરીદી અને વેચી શકાય છે, એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનો હતો. આ સિદ્ધાંત પુષ્ટ કર્યા બાદ હવે ઉદારીકરણ અને વૈશ્વીકરણના નામે ભારતીય નાગરિક જ નહીં, પણ કોઈ વ્યક્તિ કે કંપની જમીન ખરીદી શકે છે. જર્મન ટાઉનશીપ, જાપાનીસ ટાઉનશીપ, ટેક્નોલોજી પાર્ક વગેરેના નામે હજારો એકર જમીન વિદેશીઓ ખરીદી રહ્યા છે. જો 100 એકર જમીન વેચી શકાય છે, તો 1000 એકર પણ વેચી શકાય, લાખ એકર પણ વેચી શકાય, માત્ર નાણાં જોઈએ, જે આપણને જ લૂંટી લૂંટીને પýિામી દેશોએ ખૂબ જમા કરી લીધા છે. જો તર્ક ખાતર પણ એમ માની લઈએ કે બધી જમીન વિદેશીઓ કિંમત આપીને ખરીદી લેશે, તો ભારતીયો કયા હIથી અને કઈ જમીન પર રહેશે? જો રહી શકશે તો ફક્ત તેમની મહેરબાની પર, તેમના ગુલામ બનીને.

શાસકોના રૂપે પણ તેઓ જ હશે, જો કે હવે ભારતીયોના રૂપે, આપણી અને તમારી જેમ જ બંધારણમાંથી પોતાનો હક મેળવીને. અને ત્યારે પૂરું થશે એક નવા અમેરિકાનું નિર્માણ.

આ દીર્ઘકાલીન ષડયંત્રનો બીજો એક ભાગ છે - આ દેશના નામકરણનો. આ દેશનું મૂળ નામ છે `ભારત' - ભરત રાજાના નામ પર. હિન્દુ પ્રજાનો દેશ હોવાને કારણે બીજું નામ છે હિન્દુસ્તાન. પણ તેનેય બદલાવીને `ઈન્ડિયા' બનાવવામાં આવ્યું, કેવી રીતે? નામ બદલવાની સત્તા કેવી રીતે આવી - એ જ સ્વયંભૂ સ્વામિત્વ! આપણા બંધારણમાં પહેલી જ પંક્તિમાં બે વાર `ઈન્ડિયા' શબ્દનો પ્રયોગ કરીને આ નામકરણને સદા માટે પુષ્ટિ આપી દેવામાં આવી છે. જો આપણે સાચ્ચે જ સ્વતંત્ર હોત તો શું આપણું `નામ'-નિશાન પણ આવી રીતે ખતમ થઈ જાત?

આટલું બધું થવા છતાં હજુ પણ મૂળ ઉદ્દેશ્ય તો સર્વથા સિદ્ધ થયો નથી - ``એક પ્રજા - શ્વેત પ્રજા, એક ધર્મ - ખ્રિસ્તી ધર્મ''. પ્રજાના નાશ માટે તેને બેકારી, ભૂખમરો અને ગરીબી તરફ ધકેલવામાં આવી રહી છે, જેથી સોમાલિયા અને ઈથિયોપિયાની જેમ પ્રજાનો એક મોટો ભાગ ખતમ થઈ જાય. ગરીબીથી બચેલી સંભ્રાંત પ્રજાને સાંસ્કૃતિક રૂપે એટલી પતિત કરવામાં આવી રહી છે, કે સુસંસ્કૃત માનવના રૂપમાં તેમના અસ્તિત્વનો કોઈ અર્થ ન રહે. એક તરફથી ચર્ચ સંસ્થા કુટુંબ નિયોજનનો વિરોધ કરે છે (જેથી શ્વેત પ્રજાની નિરંકુશ વૃદ્ધિ થતી રહે, અને જે ભારત જેવા દેશમાં વસી શકે), અને બીજી તરફ ભારતની વિસ્ફોટક વસતિની સામે હોબાળો મચાવીને પરિવાર નિયોજનનો કાર્યક્રમ `યુનિસેફ', `ડબલ્યુ.એચ.ઓ.' જેવી સંસ્થાઓના માધ્યમથી ચલાવવામાં આવી રહ્યો છે, જેનાં માટે કરોડો કરોડો રૂપિયા સહાયને નામે આપવામાં આવી રહ્યા છે. જો ભારતની વસતિના આંકડાઓની સમીક્ષા કરવામાં આવે, તો ઉંમરના પ્રમાણમાં મોટી ઉંમરના લોકોનું પ્રમાણ સતત વધતું જાય છે, અને યુવા લોકોનું પ્રમાણ સતત ઘટતું જાય છે. કોઈ પણ અન્યાયી પરિસ્થિતિનો વિરોધ - વિદ્રોહ યુવાનો જ કરી શકે છે. એટલે એવી યોજના બનાવવામાં આવી રહી છે કે આ ષડયંત્રનો આખરી હુમલો થાય ત્યારે દેશમાં યુવાનો ઓછાં હોય અને દેશ પર અંતિમ પ્રહાર કરી શકાય. કુટંબ નિયોજનની ઝુંબેશ પાછળ આ ભેદ છે. અન્યથા પરમ કરુણામયી ધરતીમાતાની તો એ ક્ષમતા છે કે આજના વિશ્વની કુલ વસતિ કરતાં બે ગણી વસતિનું ભરણપોષણ પણ કરી શકે. પ્રશ્ન અનાજ આદિની ન્યાયી વિતરણ વ્યવસ્થાનો છે, જે અન્યાયી લોકોના હાથમાં છે - જેઓ કરોડો ટન અનાજ દરિયામાં ફેંકી દે છે, દૂધનાં ઉત્પાદનના નિયંત્રણ માટે લાખ્ખો ગાયોની કત્લ કરે છે, અનાજ ગોદામોમાં સડે અને ગરીબો ભૂખે મરે એવી સ્થિતિ ઊભી કરે છે.

ગોરાની આ ચાલમાં સૌથી મોટો ખતરો રાજાશાહી વ્યવસ્થાનો હતો. એટલે સ્વતંત્રતા પછી બધા જ દેશી રાજાઓને ભારતીય ગણતંત્રમાં સામેલ કરી દેવામાં આવ્યા. દુર્ભાગ્યથી સરદાર પટેલ જેવા બુદ્ધિશાળી વ્યક્તિ પણ આ ચાલ સમજી ન શકયા, અને દેશી રાજાઓના વિલીનીકરણનું ભગીરથ કાર્ય એ પોતાના હાથે જ કરી ગયા. પહેલા રાજાઓને તેમના નિર્વાહ માટે વાર્ષિક `પ્રીવી પર્સ' આપવામાં આવ્યા, અને પછી વિશ્વાસઘાત કરીને લોકશાહી અને સંસદની સર્વોપરિતાનું બહાનું બતાવીને આ `પ્રીવી પર્સ' પણ છીનવી લેવામાં આવ્યા. એની પાછળ કોણ હતું? જો એ ખર્ચ બોજો હતો, તો પછી આજના આ નવા રાજાઓની પાછળ જે ખર્ચ થાય છે એ શું ઓછો છે? પણ એ નવા રાજાઓ તો `તેમનું' રાજ્ય ચલાવે છે, એટલે એ ખર્ચ યોગ્ય જ છે ને?

ભૂખ અને ગરીબીથી વિનાશ, અને સાંસ્કૃતિક રીતે અધઃપતન, એ બંને મળીને આવનારા દાયકાઓમાં, સદીઓમાં સ્થાનિક પ્રજાનો પૂર્ણ વિનાશ કરશે, અને બચેલા લોકો રેડ ઈન્ડિયનની જેમ જ દેશના કોઈ ખૂણામાં જીવન વિતાવશે.

હવે એક ધર્મ - ખ્રિસ્તી ધર્મની વાત. શુદ્રોના ધર્માંતરથી શરૂ થયેલી આ ઝુંબેશ આજે પણ છૂપા સ્વરૂપે પણ મોટે પાયે ચાલી રહી છે. શ્રી અરૂણ શૌરી લિખિત પુસ્તક `મિશનરીઝ ઈન ઈન્ડિયા' વાંચવાથી રુંવાડા ઊભા થઈ જાય છે. દલિત - ખ્રિસ્તીઓએ આરક્ષણની માગણી કરી છે, અને કઠપુતળીની જેમ નાચતી આ સરકાર આવું આરક્ષણ આપી પણ દેશે. આરક્ષણની સગવડની લાલચથી વધુ લોકો ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરશે, અને આ રીતે જ ક્રમ ચાલતો રહેશે. ધર્માંતર ઔપચારિક રૂપે નહીં કરવાવાળો વર્ગ પણ પોતાના દૈનિક જીવન, પહેરવેશ, રીતિ-રિવાજ, વિચારવાનો ઢંગ, વ્યવસાય, સામાજિક જીવન વગેરેમાં હિન્દુ અથવા વૈદિક સંસ્કૃતિથી માઈલો દૂર જઈને ખ્રિસ્તી સંસ્કૃતિની નજીક આવી ગયો છે. માથા અને છાતી પર ભલે એ ક્રોસ ન બનાવતો હોય, આજે પણ ભલે રામ અથવા શંકર અથવા શક્તિના મંદિરમાં જતો હોય પણ, વૈચારિકરૂપે તો એ આજે ખ્રિસ્તી સંસ્કૃતિની નજીક પહોંચીને તેમાં લગભગ એકરૂપ થઈ જ ગયો છે.

એક વાત વિચારવા યોગ્ય છે. તે વાત છે ભારત માટે કાશ્મીરનો પ્રશ્ન. પડોશી દેશો સાથે સફળ સૈનિક ટIરો લઈ શકવાની ક્ષમતાવાળા દેશમાં શું એટલી ક્ષમતા નથી કે તે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકે? પણ ગોરી સત્તાઓ એમ ઈચ્છતી નથી કે આ પ્રશ્નનો ઉકેલ આવે, એટલે કઠપુતળીઓની એવી દોરી ખેંચવામાં આવે છે કે એ પ્રશ્ન જેમનો તેમ જ રહે છે. સાચું રહસ્ય એ છે કે `ગેમ પ્લાન' મુજબ કાશ્મીર નથી તો ભારતને આપવાનું કે નથી પાકિસ્તાનને. ત્યાંની આબોહવા યુરોપની આબોહવા જેવી હોવાથી એ ભવિષ્યમાં ભારતની રાજધાની બનાવવા માટે સલામત રાખવાનું છે. એ રાજધાની બનશે ગોરાઓની સંપૂર્ણ સત્તા ભારતમાં સ્થપાયા પછી. કાશ્મીરના `એનેકશેસન'નો દસ્તાવેજ ખેવાઈ ગયો છે. શા માટે? કેવી રીતે?

એ જ કારણ છે કે સામાન્ય ભારતીય નાગરિક કાશ્મીરમાં જમીન કે મકાન ખરીદી નથી શકતા, ઉદ્યોગ અથવા વ્યવસાય નથી શરૂ કરી શકતા. અને એટલું જ નહીં, બંધારણના અનેક ભાગ અને ભારતના અનેક કાયદા કાશ્મીરમાં લાગુ નથી પડતા. આ કેવું સાર્વભૌમત્વ છે અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ કઈ રીતે છે?

ષડયંત્રની આ પરંપરા ખૂબ લાંબી છે. અનેક પાંસાઓ છે, અનેક ગુપ્તતાઓ છે, કેટલાય ધIા લાગવાના હજી બાકી છે, અને એટલે જ જરૂરી છે નવી આઝાદીની, સાચી આઝાદીની, `યદા યદા હી ધર્મસ્ય...'ના વચન આપનારાં ચક્રધારીને તેના વચનની યાદ અપાવવાની.

- રાજેદ્ર જોશી

* * * * * * * *