Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

શાસન રક્ષા

 • લઘુમતી : પૂ.આચાર્ય ભગવંતશ્રી રામચંદ્રસૂરિશ્વરજી (ડહેલાવાલા), પૂ. જંબુવિજયજી મ.સા. તેમજ અન્ય મહાત્માઓના સહકારથી 1993માં કેદ્રીય ધોરણે જૈન ધર્મના અનુયાયીઓને લઘુમતીમાં સામેલ કરવાનો કેદ્ર સરકારનો નિર્ણય અભેરાઈ પર ચઢાવાય દેવામાં આવ્યો. આજ સુધી તે સ્થિતી રહી છે.
 • ગીરનાર રોપ-વે : ગુજરાતમાં ગિરનાર તીર્થ ખાતે રોપ-વે બાંધવાનો નિર્ણય ગુજરાત સરકાર તરફથી સન 1998 માં લેવામાં આવ્યો. રોપ-વે નિર્માણની વિરુદ્ધ સઘન આંદોલન આદરવામાં આવ્યું. પ્રભાવી પોસ્ટરો, પત્રિકાઓ બનાવી જનજાગરણ કરવામાં આવ્યું. રાજ્ય અને કેદ્ર સરકાર તથા પ્રધાનો સમક્ષ રજૂઆતો થઈ અને અંતે સરકારે તત્પૂરતો આ પ્રકલ્પ અભરાઈએ ચઢાવી દીધો હતો.
 • શાંતિનાથજી દેરાસર : મુંબઈમાં પાયધુનીસ્થિત શ્રી શાંતિનાથજી દેરાસરને પુરાતત્ત્વ વિભાગની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. સતત એક વર્ષની રાજકીય અને કાયદાકીય ક્ષેત્રે મહેનત કરી આ દેરાસરને પુરાતત્ત્વ વિભાગની સંરક્ષિત સ્મારકોની યાદીમાંથી બાકાત કરાવવામાં આવ્યું, જે અત્યાર સુધીના પુરાતત્ત્વ વિભાગના ઈતિહાસમાં માત્ર એક જ દાખલો છે. ત્યારબાદ તે દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. સુપ્રીમ કોર્ટમાં વિરુદ્ધ પક્ષો દ્વારા થયેલી અપીલમાં પણ વિનિયોગ પરિવારે જીત મેળવી આપી.
 • ટ્રસ્ટો તથા ટ્રસ્ટ-ડીડો બનાવવા માટે શાસ્ત્રાે - આધારિત માર્ગદર્શન આપવામાં આવે છે. ઉપરાંત મુંબઈ પબ્લિક ટ્રસ્ટ ઍક્ટ હેઠળ સમાતી બાબતો વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવે છે.
 • શ્રી શત્રુંજય ગિરિરાજ - ગિરિવર દર્શન વીરલા પામે : પાલિતાણામાં વિકાસના નામે વિનાશ વેરતી `પર્યાવરણીય પુનરોદ્ધાર' નામની યોજનાને શ્રી જૈન સંઘોને જાગૃત કરી અટકાવવામાં આવી અને તે દ્વારા તીર્થરક્ષા કરવામાં નીમિત્ત બનવાનું સૌભાગ્ય સાંપડયું હતું.
 • અલાયન્સ ફોર રીલીજીયસ કોન્ઝરવેશન (એ. આર. સી.) જેવી વિદેશી સંસ્થાઓનો સંપર્ક સાધી પાલિતાણાને વૈશ્વિક સ્તર ઉપર પ્રગટ કરવાની ગંભીર ભૂલનાં માઠાં પરિણામો ભોગવવાના દિવસો આવે તે ભય આજના કાળમાં જરાય અસ્થાને નથી.
 • હવે કદાચ વિદેશી સહાયનો ઇનકાર કરવામાં આવે તો પણ આ પ્રકરણથી ઘણું અહિત થઈ ચૂક્યું છે. આપણું પરમપવિત્ર તીર્થ વિશ્વના નકશા ઉપર હવે ચમકી ગયું છે. અનેક વિદેશી સંસ્થાઓને આ સ્થળમાં રસ જાગ્યો છે. ખુદ વિશ્વબૅન્કને શત્રુંજયના વિકાસમાં રસ જાગ્યો છે, તેવું જ્હોન સ્મિથે પણ જણાવ્યું હતું. તેના પર્યટન - વિકાસ માટે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કે સરકારી દબાણો આવવાની શક્યતાઓને નકારી શકાય નહીં.
 • વિદેશી સંસ્થાને ગિરિરાજની પવિત્રતામાં રસ ન હોય, તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં જ રસ હોય તે કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે તેવી વાત છે.
 • એ.આર.સી.એ (3IG) એટલે કે આંતરરાષ્ટ્રીય આંતરધર્મીય મૂડીરોકાણ જૂથ. નામની તેની એક પેટા-સંસ્થાની રચના કરી છે. જેના કાર્યોમાં સમાય છે
 • પર્યાવરણ તરફના વલણ અંગે લાંબા ગાળાના પરિવર્તન માટે ધાર્મિક પરંપરાઓમાં પદ્ધતિસરના ફેરફારો માટે સંસ્થાકીય આધાર તૈયાર કરવો વગેરે....
 • તીર્થ સ્થળોની પવિત્રતા જોખમાવતા આક્રમણો સામે સતત જાગૃત રહેવાની વિનિયોગ પરિવારની ચેષ્ટા હોય છે.
 • કેદ્ર સરકાર દ્વારા શાળાઓમાં સેક્સ - એજ્યુકેશનનો વિષય વર્ષ 2007 થી દાખલ થનાર હતો. સંસ્કૃતિનું સર્વનાશ કાઢનાર આ પગલાં સામે પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયરત્નસુંદર સૂરીશ્વરજી મ.સા.એ ઝૂંબેશ ઉપાડી. વિનિયોગ પરિવાર દ્વારા શ્રી જટાયુ લિખિત પુસ્તિકા "રેડ એલર્ટ' નું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં પ્રકાશન કરવામાં આવ્યું જેથી સમગ્ર દેશમાં જાગૃતિ આવી અને પાંચ રાજ્યોમાં આ શિક્ષણનો પાઠયક્રમ પાછો ખેંચી લેવાયો છે

* * * * * * * * * *